તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Tuesday, 5th August 2025
તથ્ય પટેલના રેગ્યુલર જામીનની અરજી ગુજરાત હોઇકોર્ટે ફગાવી દીધી
મે મહિનામાં તેને 7 દિવસના હંગામી જામીન મંજુર થયા હતા..અને તથ્ય 7 દિવસ માટે જેલની બહાર આવ્યો હતો

અમદાવાદ : 9 લોકોને પોતાની કાર નીચે કચડી તેમને જિંદગી છીનવી લેવા માટે જવાબદાર તથ્ય પટેલના રેગ્યુલર જામીનની અરજી ગુજરાત હોઇકોર્ટે ફગાવી દીધી છે. તથ્ય પટેલે 19 જૂલાઈ 2023ની રાત્રે બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવી 9 લોકોને કચડી નાંખ્યા હતા. આ અકસ્માતમાં અન્ય 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સમયે તથ્યની કારની સ્પીડ 150થી પણ વધુ હોવાનુ સામે આવ્યુ હતુ. એ સમયે અગાઉથી જ એક થાર ગાડીનો અકસ્માત થયેલો હતો અને લોકો ત્યાં ટોળે વળેલા હતા, એજ સમયે અચાનક બેફામ સ્પીડે તથ્યની જેગુઆર આવી અને અનેક લોકોને તેની સાથે ફંગોળતી ગઈ હતી. રાત્રિના સમયે સમગ્ર હાઈવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.
અકસ્માત બાદની તપાસમાં તથ્ય ડ્રિન્ક કરીને કાર ચલાવતો હોવાનું પણ સામે આવ્યુ હતુ. માત્ર આ એક અકસ્માત નહીં એ અગાઉ પણ તથ્ય સિંધુ ભવન રોડ પર અકસ્માત સર્જી ચુક્યો હતો. બેફામ ગાડી હંકારવાના શોખીન આ નબીરાના કારણે 9 લોકોએ તેમની જિંદગીથી હાથ ધોવા પડ્યા હતા
ત્યારે આ ગુનાની ગંભીરતાને જોતા યેનકેન કારણોથી અનેક જામીન અરજી કરવા છતા તથ્યને જામીન આપવામાં આવ્યા ન હતા. જે બાદ ગત મે મહિનામાં તેને 7 દિવસના હંગામી જામીન મંજુર થયા હતા..અને તથ્ય 7 દિવસ માટે જેલની બહાર આવ્યો હતો.. જો કે તથ્યએ હવે રેગ્યુલર જામીન માંગ્યા હતા પરંતુ હાઇકોર્ટે રેગ્યુલર જામીનની અરજી ફગાવી દીધી છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
