<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

રાજપીપળા દરબાર રોડ વિસ્તારમાં 15 દિવસથી પાણીની ગંભીર સમસ્યાથી ગૃહિણીઓમાં રોષ

દરબાર રોડ લાયબ્રેરી બહારનો બોર બગડતા પાણીની મોકાણ– જોકે પાલિકા દ્વારા માંગે ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોચાડવામાં આવે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકા દ્વારા અપાતા પીવાના પાણીમાં દરબાર રોડ વિસ્તારમાં છેલ્લા લગભગ પંદરેક દિવસથી પાણી તદ્દન ઓછા પ્રેશરથી આવતા ગૃહિણીઓ તોબા પોકારી ઊઠી છે

      રાજપીપળા નગરપાલિકાની દરબાર રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સાર્વજનિક પુસ્તકાલય બહાર આવેલા પાણીના બોરની મોટર બગડતા છેલ્લા લગભગ 15 દિવસથી આસપાસના વિસ્તારોમાં પાણી મળતું નથી, જોકે અન્ય બોરનું પાણી નજીવા પ્રેશરથી આવે છે પરંતુ ઘર બહાર મુકેલા નળમાંથી ગૃહિણીઓને ડોલ ભરી ભરીને અંદર વહેવું પડે છે. જોકે પાલિકા દ્વારા ટેન્કર દ્વારા પણ પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ જેને ત્યાં અંડરગ્રાઉન્ડ ટાંકી ન હોય કે પાણી ભરવાના ઓછા સાધનો હોય તેવા પરિવારો ખાસ તકલીફ વેઠી રહ્યા છે.
આ મુદ્દે પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલે જણાવ્યું કે લાયબ્રેરી બહાર નો બોર ખરાબ થયો છે, નવો બોર મંજૂર થઈ ગયો છે અને થોડાક દિવસોમાં નવો બોર બનતા આ સમસ્યા દૂર થશે


 

(10:12 PM IST)