<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

અમદાવાદની લૉ ગાર્ડન પાસે આવેલી સમર્થ સ્કુલમાંથી ગૂમ થયેલ બંને સગીરા મુંબઈથી મળી આવી

વિદ્યાર્થીનીઓ સ્કૂલ જવાના બદલે રિક્ષામાં બેસીને જઈ રહી હોવાના સીસીટીવી મળ્યા હતા. જેના આધારે તપાસ કરતા પગેરુ મુંબઈથી મળી આવ્યુ

અમદાવાદ : અમદાવાદના લૉ ગાર્ડન પાસે આવેલી સ્કૂલમાંથી બે વિદ્યાર્થીનીઓ ગુમ થવાનો મામલે પોલીસને ભાળ મળી છે. સમર્થ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી બંને વિદ્યાર્થીનીઓની ગુમ થઈ હતી. બંને વિદ્યાર્થીનીઓની પોલીસને ભાળ મળી ગઈ છે. બન્ને વિદ્યાર્થીની મુંબઈથી મળી આવી છે. વિદ્યાર્થીનીઓ સ્કૂલ જવાના બદલે રિક્ષામાં બેસીને જઈ રહી હોવાના સીસીટીવી મળ્યા હતા. જેના આધારે તપાસ કરતા પગેરુ મુંબઈથી મળી આવ્યુ છે. નવરંગપુરા પોલીસ મુંબઈથી બંને વિદ્યાર્થીનીઓને લઈ પરત આવી રહ્યી છે. વિદ્યાર્થીનીના ગુમ થવાના કારણને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

(7:43 PM IST)