<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

રાતના 8 સુધીમાં રાજયમાં 117 તાલુકામા વરસાદ:સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

વલસાડના ધરમપુરમાં 1.54 ઈંચ, કપરાડામાં 1.42 ઈંચ, ભાવનગરમાં 1.42 ઈંચ, ગોધરામાં 1.26 ઈંચ વરસાદ, અન્ય તાલુકામા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો .

ગુજરાતમાં આજે અમુક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલ રાતે અને આજે સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે 18 જુલાઈ 2025 સુધીની વરસાદી માહોલ અંગેની આગાહી કરી છે. જેમાં 13થી 16 જુલાઈ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના એંધાણ છે. ત્યારે ગુજરાતમાં સાંજના 8 વાગ્યા સુધીમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સવારના 6થી રાતના 8 સુધીમાં 117 તાલુકામા વરસાદ નોંધાયો છે. સૌથી વધારે બનાસકાંઠાનાં દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના ધરમપુરમાં 1.54 ઈંચ, કપરાડામાં 1.42 ઈંચ, ભાવનગરમાં 1.42 ઈંચ, ગોધરામાં 1.26 ઈંચ વરસાદ, અન્ય  તાલુકામા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં 13 જુલાઇના રોજ સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ, રાજ્યમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધરમપુરમાં 1.46 ઈંચ, ભાવનગરમાં 1.42 ઈંચ, કપરાડામાં 1.3 ઈંચ, ઘોઘામાં 1.22 ઈંચ, અન્ય તાલુકામાં અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

(9:10 PM IST)