News of Monday, 30th June 2025
વડોદરા મનપા કચેરીએ આપ પાર્ટીનો હંગામો: મેયરની નેમપ્લેટમાં તોડફોડ : 5થી વધુ કાર્યકર્તાઓની અટકાયત
સમસ્યાઓને લઈને મેયર પિંકીબેન સોનીના રાજીનામાની માંગ સાથે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા: મેયરની કચેરીના દરવાજા પાલિકા તંત્ર દ્વારા બંધ કરી દેતા મહિલા કાર્યકર્તાઓ રણચંડી બની

વડોદરા શહેરમાં આજે પાલિકા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં ચાલી રહેલી સમસ્યાઓને લઈને મેયર પિંકીબેન સોનીના રાજીનામાની માંગ સાથે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. જોકે, મેયરની કચેરીના દરવાજા પાલિકા તંત્ર દ્વારા બંધ કરી દેતા મહિલા કાર્યકર્તાઓ રણચંડી બની હતી.
મહિલા કાર્યકર્તાઓ દરવાજા કૂદીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ મેયર પિંકીબેન સોની સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ મેયરની નેમપ્લેટ પર સહી ફેંકી તોડફોડ કરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મેયર પિંકીબેન સોની કચેરીમાં હાજર ન હોઈના હોય કાર્યકરોનો ગુસ્સો વધુ ભભૂકી ઊઠ્યો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને સ્થિતિ કાબૂમાં લેવા માટે પાંચથી વધુ આમ આદમી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી છે કે જો શહેરની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ ન લાવવામાં આવે તો ભાજપા શાસન ઉથલાવી દેવામાં આવશે. હાલ પાલિકા કચેરી બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
