તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Monday, 23rd June 2025
સુરતના નવસારી બજારમાં વરસાદી પાણીમાં સ્કૂલ વાન ફસાઈ: તમામ 10 બાળકોને ફાયરની ગાડીમાં બેસાડી વાલીઓને સોંપાયા
નવસારી બજારમાં સ્કૂલ વાન પાણીમાં ફસાઈ જતા ફાયર વિભાગે ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું

સુરતમાં છેલ્લા 24 કલાકમાં 09 થી 10 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી છે.
સુરતના નવસારી બજારમાં સ્કૂલ વાન પાણીમાં ફસાઈ હતી. ફાયર વિભાગને જાણ થતા વાનમાં સવાર તમામ 10 બાળકોને ફાયરની ગાડીમાં બેસાડીને લાવવામાં આવ્યા છે. 10 જેટલા બાળકોને ફાયર જવાનો દ્વારા વાલીઓને સોંપવામાં આવ્યા છે.
સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સુરતના નવસારી બજારમાં સ્કૂલ વાન પાણીમાં ફસાઈ હતી.ફાયર વિભાગે ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
