News of Sunday, 22nd June 2025
વાઘોડિયા તાલુકાના ઘોડાદ્રા ગામ પાસે દેવ નદીમાં હળ અને બળદ સાથે આધેડ તણાયા
ઘટના સ્થળ ઉપર ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા: સ્થાનિક તૈરવયાઓ દ્ધારા નદીમાં આધેડની શોધખોળ શરૂ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ઘોડાદ્રા ગામ પાસે ખેતી કામ અર્થે હળ અને બળદ સાથે દેવ નદી પાર કરતાં ઘોડાદર ગામના આધેડ દેવ નદીના પાણીના વહેણમાં તણાઈ જતા ઘટના સ્થળ ઉપર ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક તૈરવયાઓ દ્ધારા નદીમાં આધેડની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે દેવ નદીમાં પાણીની આવકમાં વધારો થયો હોય નદીના પાણીનો તીવ્ર પ્રવાહ હોય તંત્ર દ્વારા દેવ નદીના કાંઠે વસવાટ કરતા લોકોને સલામતીના હેતુએ સાવચેતી રાખવા અને નદીમાં ન ઉતરવાની સૂચના આપી હતી. તંત્રની સૂતંત્ર દ્વારા દેવ નદીના કાંઠે વસવાટ કરતા લોકોને સલામતીના હેતુએ સાવચેતી રાખવા અને નદીમાં ન ઉતરવાની સૂચના આપી હતી.ચનાની અવગણના કરી વાઘોડિયા તાલુકાના ઘોડાદર ગામ ખાતે રહેતા ઝીણાભાઈ વસાવા પોતાના ખેતરમાં કામ કરવા હળ અને બળદ સાથે દેવ નદી પાર કરી રહ્યા હતા. દરમિયાન નદીના પાણીના તેજ વહેણ સાથે ઝીણાભાઈ વસાવા તણાઈ જતા લાપતા બન્યા હતા.
આ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તૈરવિયા તથા વાઘોડિયા તાલુકા પ્રશાસન દ્વારા પાણીમાં તણાયેલા ઝીણાભાઈની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સાથે આવી છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
