News of Saturday, 21st June 2025
શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપલા ખાતે 'વિશ્વ યોગ દિવસ' ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપલા ખાતે 'વિશ્વ યોગ દિવસ' ની ઉમંગભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત યોગના ઐતિહાસિક અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટેના તેના ફાયદા અંગે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ રાખી કોલેજના આચાર્ય ડો.હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત કોલેજના અધ્યાપક ડો.લકીરાજસિંહ ગોહિલ દ્વારા યોગ વિશેનું માર્ગદર્શન આપી કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ પ્રકારના યોગ આસનો કરાવવામાં આવ્યા હતા. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ, અધ્યાપકો પ્રા.કિંજલબેન ત્રિવેદી, પ્રા.હિના માલી, પ્રા. ક્રિષ્નાબેન પટેલ, પ્રા.હાફિઝ કુરેશી, તથા અન્ય સ્ટાફ ગણોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય ડો. હિતેશ ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને યોગને દૈનિક જીવનમાં અપનાવવા માટે અપીલ કરી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણી દ્વારા સૌનું આરોગ્યમય જીવન તરફ નિર્માણ થાય તે જ આશય સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
