<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

કડી વિધાનસભા ક્ષેત્રમાં ધાક-ધમકી, લોભ લાલચ આપી મતદાન કરાવાયુઃ ગ્‍યાશુદીન શેખ

ઇલેકશન કમિશનના ઓબ્‍ઝર્વર અવનિશકુમાર શરનને કરી ફરિયાદ

રાજકોટ તા.૨૧: કડી વિધાનસભા મત વિસ્‍તારમાં ભાજપના મુસ્‍લિમ હોદ્દેદારો તથા કોર્પોરેટરો દ્વારા મતદાતાઓને ધાકધમકી અને નાણાંકીય લોભ લાલચ આપી મતદાન કરાવવામાં આવતાં ઈલેકશન કમિશનના જનરલ ઓબઝર્વર અવનિશકુમાર શરનને ફરિયાદ કરવામાં આવી છે

કડી વિધાનસભા મત વિસ્‍તારના આલમપુર ખાતે ભાજપના મુસ્‍લિમ હોદ્દેદારો દ્વારા ગરીબ મુસ્‍લિમ મતદાતાઓને મતદારદીઠ ખુલ્લેઆમ રૂા. ૫૦૦-૫૦૦ આપી આંગળી પર સહીનો ટપકો લગાવી લોકશાહીને કલંકિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ પૂર્વ ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખને મળતા શ્રી શેખે તાત્‍કાલિક કોંગ્રેસ પક્ષના આગેવાન જુનેદ શેખ, સઈદ શેખ તથા અસગર ભાઠી અને ઈમરાન સોદાગરને આલમપુર ગામ ખાતે મોકલી ખરાઈ કરવા જણાવ્‍યુ હતું. આગેવાનો જ્‍યારે આલમપુર પહોચ્‍યા ત્‍યારે મતદાન મથકની બહાર જ ભાજપના મુસ્‍લિમ આગેવાનો ખુલ્લેઆમ રૂપિયા વહેચી રહ્યા હોવાનું જણાતા તાત્‍કાલિક જુનેદ શેખે નામ જોગ ફોટા સાથે સમગ્ર બાબત અંગે કડી શહેર અને આલમપુરમાં ઈલેકશન કમિશનના જનરલ ઓબ્‍ઝર્વર અવાનિશકુમાર શરનને ટેલીફોનિક ફરિયાદ કરી હતી.

કડી શહેરના ભાજપના છ મુસ્‍લિમ કોર્પોરેટરો દ્વારા ગરીબ મુસ્‍લિમ મતદાતાઓને મતદારદીઠ ખુલ્લેઆમ રૂા. ૫૦૦-૫૦૦ આપી આંગળી પર સહીનો ટપકો લગાવી લોકશાહીને કલંકિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમજ મોટા પાયે અસામાજિક તત્‍વો, બુટલેગરો દ્વારા ધાક ધમકીઓ આપી કોગ્રેસ તરફી મતદાન અટકાવવાની ગંભીર ફરિયાદો સ્‍થાનિક કોંગ્રેસી આગેવાનો દ્વારા પૂર્વ ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ ને મળતા તેઓ કડી શહેર ખાતે દોડી આવ્‍યા હતા અને દોડી આવ્‍યા બાદ સ્‍થાનિક આગેવાનો દ્વારા મતદાનના આંકડા આપતા બપોરે ૩ વાગ્‍યા સુધીમાત્ર ૩૦ ટકા જેટલું જ મતદાન થયાનું જણાઈ આવ્‍યું હતું.

સ્‍થાનિક કાર્યકર્તાઓને મનોબળ પૂરું પાડી દરિયાપુર વિધાનસભાની ટીમને મદદરુપ થવા ઢોલ નગારા વગાડી સક્રિય પ્રયાસો શરુ કરતાં ગલી ગલીએ મતદારોને નિર્ભય રીતે લોકશાહીના પર્વમાં ભાગીદાર થઈ મતદાન કરવા બહાર આવવાની વિનંતી કરતા પપ ટકા જેટલું મતદાન શકય બન્‍યું હતું.

અત્રે નોંધનીય છે કે કડી અને નંદાસણને બાદ કરતાં જયાં ધાકધમકીનું સામ્રાજ્‍ય નહોતું ત્‍યાં લોકશાહી ઢબે નિર્ભય રીતે સરેરાશ ૭૦ ટકા થી વધુ મતદાન ગ્રામ્‍ય મુસ્‍લિમ વિસ્‍તારોમાં થયું હતું.

આમ સમગ્ર કડી વિધાનસભા મતવિસ્‍તારમાં મુસ્‍લિમ મતદાન સરેરાશ ૬૧ ટકાની આસપાસ રહ્યું છે. તેવું ગ્‍યાસુદ્દીન શેખ (પૂર્વ ધારાસભ્‍ય)ની યાદીમાં જણાવાયુંછે

(3:44 PM IST)