News of Saturday, 21st June 2025
નસીબની રમત: અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ગુજરાતી ફિલ્મ નિર્દેશકનું અકાળે અવસાન

રાજકોટ: ગુજરાતના ઇતિહાસમાં કાળો દિવસ બની રહેલી અમદાવાદની વિમાન દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનાએ નવી પેઢીને સ્તબ્ધ કરી દીધી અને આકાશી મુસાફરી પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ ઘટનામાં એક એવું દુખદ સત્ય સામે આવ્યું, જે નસીબની કરુણ રમતને ઉજાગર કરે છે. વિમાનમાં ન બેઠેલા ગુજરાતી ફિલ્મ નિર્દેશક મહેશભાઈ ગીરધરભાઈ કાવડિયા ઉર્ફે જરાવાલાનું મૃત્યુ આ દુર્ઘટનાને કારણે થયું, જે દર્શાવે છે કે મૃત્યુ જ્યારે નક્કી હોય ત્યારે કોઈ બચી શકતું નથી. અમદાવાદ પોલીસે આ કેસમાં સંવેદનશીલ અને જીણવટભરી તપાસ કરી, જેના લીધે સત્ય બહાર આવ્યું.
ઘટનાનો આરંભ: ગુમ થયેલા નિર્દેશક: અમદાવાદના નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ, ડી-માર્ટ નજીક રહેતા ૩૪ વર્ષીય મહેશભાઈ ગીરધરભાઈ કાવડિયા ઉર્ફે જરાવાલા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્દેશક હતા. વિમાન દુર્ઘટનાના દિવસે તેઓ પોતાની એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. શાહીબાગ સિવિલ હોસ્પિટલ નજીકથી તેઓ ગુમ થયા. તેમના ભાઈ કાર્તિકભાઈ ગીરધરભાઈ કાવડિયાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી.
પોલીસની તપાસ: ટેકનિકલ સોર્સનો ઉપયોગ: નરોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.વી. ગોહિલ, શાહીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.ડી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ અને અન્ય સ્ટાફે ટેકનિકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે મહેશભાઈ ગીરધરભાઈ કાવડિયાનો મોબાઈલ ફોન વિમાન દુર્ઘટનાના સ્થળ નજીક સ્વિચ ઓફ થયો હતો. આ શંકા પરથી પોલીસે અનુમાન લગાવ્યું કે મહેશભાઈ ગીરધરભાઈ કાવડિયા દુર્ઘટનાનો ભોગ બન્યા હોઈ શકે. જોકે, પરિવાર આ વાત માનવા તૈયાર ન હતો.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
