News of Friday, 20th June 2025
વાપી ૭, પારડી અને કપરાડામાં ૫, ધરમપુર, ઉમરગામ અને ખેરગામમાં
૪ ઇંચઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સાઉથ ગુજરાતમાં અનરાધાર હેત વરસાવતા મેઘરાજા ઔરંગા નદી બે કાંઠે...સંઘ-દેશના દમણ માં ૭ ઇંચ વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપીઃ મેઘરાજા દક્ષિણ ગુજરાત માં હેત વરસાવી રહ્યા છે જેમાં સૌથી વધુ હેત વલસાડ જીલ્લા માં વરસાવતા કલાકો માં ૩ થી ૭ ઇંચ ભારે વરસાદ નોંધાતા સર્વત્ર પાણી... પાણી થઈ જવા પામ્યું હતું, વલસાડ પંથક ની ઔરંગા નદી પણ બે કાંઠે વહેવા લાગતા હાલાકી માં વધારો થયો હતો.
છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો ... વાપી ૧૭૩ મીમી, પારડી ૧૩૦ મીમી, કપરાડા ૧૧૫ મીમી, ધરમપુર ૧૦૮ મીમી, ઉમરગામ ૯૯ મીમી, ખેરગામ ૯૮મીમી, હાંસોટ ૯૧ મીમી, ઓલપાડ ૮૯ મીમી, વઘઇ ૮૭ મીમી, વાલીયા ૭૯ મીમી, ઉમરપાડા ૭૨ મીમી, માંગરોળ ૬૪ મીમી, વલસાડ ૬૨ મીમી, ડાંગ ંઆહવા ૫૯ મીમી, સુબીર ૫૬ મીમી, કામરેજ ૫૩ મીમી, અને બારડોલી ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે અંકલેશ્વર ૪૪ મીમી, ચીખલી અને વાંસદા ૪૦ં૪૦ મીમી, કુકરમુંડા ૩૮ મીમી, વ્યારા ૩૭ મીમી, સુરત સિટી અને નેત્રંગ ૩૬ં૩૬ મીમી, ડેડીયાપાડા ૩૨ મીમી, પલસાણા ૩૦ મીમી, ગરબાડા ૨૮ મીમી, વાલોડ ૨૬ મીમી, અને સાગબારા ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના ૭૨ તાલુકા ઓ માં ૧ થી ૨૦ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે. આજ સવાર થી મેઘરાજા જાણે વિરામ ઉપર હોય તેમ જણાય છે
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
