<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th June 2025

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ :જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બનશે : રિવર ક્રુઝમાં સવાર થઈને ભરાશે જળ

જગન્નાથ મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને મહેમાનો ક્રૂઝમાં સવાર થઈને સાબરમતી નદીમાંથી જળ લીધા બાદ સાબરમતીના કિનારે આવેલ ભુદરના આરે લાવવામાં આવશે

અમદાવાદ :ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને, અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે જળયાત્રા માટેનુ જળ સાબરમતી રિવરક્રુઝમાં સવાર થઈને સાબરમતી નદીમાંથી પાણી ભરવામાં આવશે. આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બનશે. 

 જગન્નાથ મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને મહેમાનો ક્રૂઝમાં સવાર થશે. ક્રુઝમાં સવાર થઈને સાબરમતી નદીમાંથી જળ લીધા બાદ, સાબરમતીના કિનારે આવેલ ભુદરના આરે લાવવામાં આવશે સાબરમતી નદીનું જળ. ભુદરના આરે સાબરમતી નદીના પાણીનું પૂજન બાદ જળ મંદિરમાં લાવવામાં આવશે. પરંતુ જો સાબરમતી નદીમાં પાણીનું લેવલ જણાશે તો જ રિવર ક્રૂઝમાં જળયાત્રાનુ જળ ભરવાની વિધિ કરાશે.

 

(12:15 AM IST)