<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રીન પ્લાનેટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત "પ્રેરણા પ્રકૃત્તિ -૩" અને "પર્યાવરણ પ્રેરણા - ૩" પુસ્તકનું વિમોચન.....

માનનીય આરોગ્યમંત્રીશ્રી તેમજ સંતવૃંદ દ્વારા વૃક્ષારોપણ કરાયું...

શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રીન પ્લાનેટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિને શ્રી મુક્તજીવન ફોરેસ્ટ પાર્ક, કલોલ ખાતે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી દ્વારા "પ્રેરણા પ્રકૃત્તિ - ૩" અને "પર્યાવરણ પ્રેરણા -૩" પુસ્તકનું વિમોચન તથા માનનીય મંત્રીશ્રી આરોગ્ય અને સંતવૃંદ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું; જેમાં ધારાસભ્યશ્રી, મહાનુભાવો તેમજ ગ્રીન પ્લાનેટના પ્રેસિડેન્ટ શ્રી અહેમદ પઠાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગુજરાતના (પાંચ) શ્રેષ્ઠ પર્યાવરણવાદી શિક્ષકો તેમજ જિલ્લામાંથી ૧-૧ શિક્ષકને સન્માન આમ કુલ ૩૩ સભ્યોને શ્રી મુક્તજીવન સ્વામીબાપા પર્યાવરણ મિત્ર એવોર્ડ ૨૦૨૫  માનનીય મંત્રીશ્રી આરોગ્ય તેમજ મહંત સદ્ગુરુશ્રીની ઉપસ્થિતિમાં તેમજ સન્માન પત્ર યુનાઈટેડ નેશનના લોગોવાળું, એવોર્ડ, પ્રસસ્તીપત્ર સાથે સાલ ઓઢાડી સન્માન કરી અનુક્રમે   રૂા. ૩૧૦૦૦, ૨૧૦૦૦, ૧૫૦૦૦, ૧૧૦૦૦, ૫૦૦૦ રોકડ ઈનામ વિતરણ પણ કરાયા હતા.

માનનીય આરોગ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પર્યાવરણ બચાવો સેવાયજ્ઞનું કાર્ય જે કરી રહ્યું છે તે સરાહનીય છે.

મહંત સદ્ગુરુશ્રીએ જણાવ્યું હતું કે, સંસ્થાન દ્વારા વૃક્ષોનું જતન, પર્યાવરણ અંગેના વિવિધ કાર્યક્રમોથી લોકજાગૃતિ વધે છે. ઘણી મોટી સંખ્યામાં આમ સમાજે લાભ લીધો હતો.

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

(6:29 PM IST)