તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 6th June 2025
૬૩ લાખનુ MD ડ્રગ્સ યુવા પેઢી સુધી પહોંચે તે પહેલા ઝડપી લેવાયું
આણંદ જિલ્લા અને ખાસ કરી વિધાનગરના વિદ્યાધામને ડ્રગ્સ નગર બનતું રોકવાના અભિયાનને મોટી સફળતા મળી : આણંદના બે શખ્સો પોતાના ઇરાદામાં કામબીયાબ થાય તે પહેલાં અમારી ટીમ દ્વારા ઊભા કરેલ નેટવર્ક દ્વારા કરમસદ નજીકથી જબ્બે. અકિલા સાથેની વાતચીતમાં જેમના માર્ગદર્શન હેઠળ સફળતા મળી તેવા જિલ્લા પોલીસવડા ગૌરવ જસાણી અકિલા સમક્ષ અથથી ઇતિ સુધીની કારસ્તાન કથા વર્ણવે છે

રાજકોટ, તા.૬: નો ડ્રગ્સ ઈન આણંદ અભિયાન અંતર્ગત એજ્યુકેશન માટે ખૂબ જાણીતા આણંદ જિલ્લાના વિધાનગર પોલીસ દ્વારા ૬૩ લાખના ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપવામાં મોટી સફળતા મળી છે.
જેમના માર્ગદર્શન હેઠળ આ સફળતા મળી છે તેવા આણંદ જિલ્લાના જાગળત જીલ્લા પોલીસ વડા ગૌરવ જસાણી દ્વારા અકિલા સાથેની વાતચીતમાં આ બાબત અંગે અથ થી ઈતિ સુધીની વિગત સાથે વિધાર્થીઓ અર્થાત્ યુવા પેઢી નશાની ગર્તામાં ધકેલાતી અટકાવવા ચાલતા અભિયાનમાં લોક જાગળતિ સાથે જિલ્લાના અધિકારીઓ અને સ્ટાફની મહેનતને કારણે આ સફળતા મળી હોવાનું જણાવ્યું છે.
આણંદના કરમસદ નજીકથી ૬૩.૮૫ લાખના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયાં હતા. MD ડ્રગ્સની ડિલિવરી આપવા જતા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.
આરોપીઓ પાસેથી પોલીસે એમ્ફેટામાઈન ડેરીવેટીવ્સ, મેફેડ્રોન, LSD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આણંદના પરવેજ સૈયદ, વલાસણના મોસીન પઠાણને પોલીસે ઝડપી લીધા હતા.
બંન્ને આરોપી વિરૂદ્ધ નાર્કોટિક્સ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
વિધાનગર પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી લીધા હતા. ૬૩.૮૫ લાખના MD ડ્રગ્સની ડિલિવરી આપવા જતા પોલીસે આ આરોપીને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ આરોપી પરવેજ સૈયદ અને મોસીન પઠાણ છે, સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને આરોપી આણંદના રહેવાસી છે અને છૂટક રીતે ડ્રગ્સની હેરાફરી કરતા હોવાનો ખુલાસો થયો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં ૫.૩૬ ગ્રામ એમફેટામાઈન/મેફેડ્રોન ડ્રગ્સની કિંમત ૫૩,૬૦૦ રૂપિયા અને ૨૫૦ મિલીગ્રામ LSD ડ્રગ્સની કિંમત ૬૨.૫૦ લાખ રૂપિયા થાય છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત બાઈક, બે મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ ૬૩.૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
