<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

સચિવાલયમાં માતૃવન- વનકવચ મિયાવાકી જંગલનું નિર્માણ થશેઃ ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે ભૂમિપૂજન

આજે વિશ્‍વ પર્યાવરણ દિવસ અંતર્ગત મુખ્‍યમંત્રીની અધ્‍યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજયકક્ષાની ઉજવણી :પ્‍લાસ્‍ટીક વિકલ્‍પોના પ્રદર્શન, આધુનિક પોર્ટલ- વેબસાઇટ લોન્‍ચીંગ સહિતના કાર્યક્રમો યોજાયાઃ વન- પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા તથા મુકેશભાઇ પટેલની ઉપસ્‍થિતિ

ગાંધીનગર તા.પઃ ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને વેગ આપવા માટે આજે ૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ ની રાજ્‍યકક્ષાની ભવ્‍ય ઉજવણી મહાત્‍મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાઇ હતી. આ સમારોહ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતા હેઠળ યોજાયો હતો. જેમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્‍ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી.

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી સમારોહ પૂર્વે, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના  હસ્‍તે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ‘‘માતળવન - વન કવચ'' મિયાવાકી જંગલનું ભૂમિપૂજન કરવામાં આવ્‍યું. આ પ્રોજેક્‍ટ ગુજરાતની પર્યાવરણ પ્રત્‍યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. તદુપરાંત, મહાત્‍મા મંદિર ખાતે મુખ્‍યમંત્રીના હસ્‍તે પ્‍લાસ્‍ટિકના વિકલ્‍પો અને રિસાયક્‍લિંગ સોલ્‍યુશન્‍સના પ્રદર્શનનું પણ લોકાર્પણકરવામાં આવેલ. જે પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ ઘટાડવા માટે નવીન ઉકેલો અને જાગળતિ લાવશે. ઉજવણી સમારોહ દરમિયાન, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ વિવિધ પર્યાવરણીય તેમજ વન વિભાગના નવીન પ્રોજેક્‍ટ્‍સનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે થયેલ મહત્‍વપૂર્ણ લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં  અદ્યતન XGN પોર્ટલનું લોન્‍ચિંગ, સાઇટીંગ ક્રાઇટેરીયા ટૂલનું PM ગતિશક્‍તિ પોર્ટલ પર લોન્‍ચિંગ,  પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ ડેશબોર્ડનું લોન્‍ચિંગ, અદ્યતન GCZMA (ગુજરાત કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટી) ની વેબસાઇટ-પોર્ટલનું લોન્‍ચિંગ, ક્‍લાઇમેટ ચેન્‍જ વિભાગ દ્વારા GHG (ગ્રીનહાઉસ ગેસ) એમીશન પોર્ટલનું લોન્‍ચિંગ, અમદાવાદ તથા ઓલપાડ-સુરત ખાતે બેગ વેન્‍ડિંગ મશીનનું ઈ-લોકાર્પણ, GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) ની ભરૂચ-પ્રાદેશિક કચેરીના નવનિર્મિત ભવનનું ઈ-લોકાર્પણ, GPCBની અમદાવાદ શહેર-પ્રાદેશિક કચેરીના ભવનનું ઈ-ખાતમુહૂર્ત, GPCBની મોરબી-પ્રાદેશિક કચેરીની એર લેબોરેટરીનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

 ઉપરાંત હાલોલ ખાતે નવનિર્મિત CETP (કોમન એફ્‌લુઅન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ) નું ઈ-લોકાર્પણ, ગુજરાત ઓઈલ રિસાયલિંગ એસોસિએશનના (GORA) વેસ્‍ટ ઓઈલ કલેક્‍શન સેન્‍ટરનું લોકાર્પણ કરાયું હતું.

સમારોહ દરમિયાન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં CETP અને સુરતમાં તેના મેમ્‍બર યુનિટ્‍સ વચ્‍ચે ઔદ્યોગિક કચરાના અસરકારક નિકાલ માટે મહત્‍વપૂર્ણ એમ.ઓ.યુ.  હસ્‍તાક્ષરિત કરવામાં આવ્‍યા હતા.

સમારોહ બાદ, પર્યાવરણીય જાગળતિ અને ઉકેલો માટે ત્રણ મહત્‍વના ટેકનિકલ સત્રો યોજાયા હતા. જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ‘‘પ્‍લાસ્‍ટિકના વિકલ્‍પો, રિસાયક્‍લિંગ અને સકર્યુલર ઇકોનોમી'' વિષય પર. વન વિભાગ દ્વારા ‘‘વન અને ક્‍લાઈમેટ એક્‍શન'' વિષય પર. શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે ‘‘એન્‍વાયરન્‍મેન્‍ટ સસ્‍ટેનેબિલિટી માટે શહેરી અને ગ્રામ્‍ય વિકાસ'' વિષય ઉપર આયોજન થયું હતું.

આ સમારોહ મહત્‍વપૂર્ણ પોલિસી મેકર્સ, ઇન્‍ડસ્‍ટ્રિઝ એક્‍સપર્ટ, એન્‍વાયરન્‍મેન્‍ટ એક્‍સપર્ટ અને સિવિલ સોસાયટીને એકત્રિત કરીને ગુજરાતના હરિયાળા, સ્‍વચ્‍છ અને પ્‍લાસ્‍ટિકમુક્‍ત ભવિષ્‍યના કમિટમેન્‍ટને વધુ મજબૂત બનાવવાનો એક મહત્‍વપૂર્ણ મંચ બન્‍યું હતું

(11:34 AM IST)