<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

વડોદરામાં કોર્ટમાં જ વકીલને લાફો ઝીંકનાર મહિલા પીઆઇ અને સ્‍ટાફ સામે પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર આકરા પાણીએ..

મહિલા પીઆઇ દ્વારા હાઈકોર્ટના વકીલને અમે સુપ્રિમ કોર્ટ છીએ અહીથી ચાલ્‍યો જા તેમ કહી હાથ પણ ઉપાડી લીધાના વકીલ એસોસિએશનના જસ્‍ટિસ સમક્ષ ગંભીર આરોપોની વાયરલ ઘટનાના પડઘા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર ચંદ્રિકાબેન આસુદરા લિવ રિઝર્વમાં પોલીસમેન જયેશ દેસાઈને હેડ કવાર્ટરમાં મુકાયા.. એસીપી તપાસના તાકીદે આદેશ સાથે આક્ષેપિત પોલીસ અધિકારી પાસેની તપાસ પરત લઇ પીઆઇ કીરીટ લાઠિયાને સોંપી દેવામાં આવી.

રાજકોટઃતા.૪ વડોદરાના કોર્ટ સંકુલમાં મહિલા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર દ્વારા વકીલને લાફો મારી દેવાની આખા ગુજરાતમાં વાયરલ થયેલ ઘટનામાં વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર દ્વારા આ ઘટનાને ખૂબ ગંભીર ગણી મહિલા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરને પોલીસ મથકમાંથી દૂર કરી લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્‍યા છે. તેમની સાથેના  પોલીસ સ્‍ટાફને પણ પોલીસ મથકમાંથી તાત્‍કાલિક બદલી અને પોલીસ હેડ કવાટર જેવી સાઈડ લાઇન અને પોલીસની ભાષામાં કહીએ તો બન્નેને સજા જેવા સ્‍થાને બદલી નાખ્‍યા છે.         

વકીલને કોર્ટ સંકુલમાં જ લાફો મારવાની બાબતને ખૂબ ગંભીર ગણી પોલીસ કમિશ્નર દ્વારા  આ મહિલા પીઆઇ હસ્‍તક જે તપાસ હતી તેવી તપાસ હવે કિરીટ લાઠીયાને સુપરત કરી દેવામાં આવી છે.

 ઉપરોક્‍ત વાયરલ ઘટનાની તપાસ પણ એસીપી શ્રી કાટકડને સુપ્રત કરી દેવામાં આવી છે. પોલીસ કમિશ્નર દ્વારા આવા તાકીદના નિર્ણયથી પ્રજાના કોઇ વર્ગ સાથે પોલીસના ગેર વર્તનને બિલકુલ હળવાશથી નહિં લેવામાં આવે તેવો સ્‍પષ્ટ મેસેજ આપતા લોકોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.

ગોરવા પોલીસ મથકમાં થોડા સમય પહેલા મારા મારીનો ગુનો દાખલ થયો હતો. આ બનાવમાં સંડોવાયેલા આરોપીએ તેઓના વકીલ સાથે મંગળવારે કોર્ટમા સરેન્‍ડર કર્યું હતુ.

 

અમદાવાદ ખાતે રહેતા વકીલ આદીલ શેખ આરોપી તરફે કોર્ટમાં હાજર રહ્યાં હતા. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થતા વકીલ આદીલ શેખ કોર્ટ રૂમની બહાર આવતા ત્‍યાં હાજર ગોરવા પોલીસ સ્‍ટેશનના મહિલા પોલીસ ઇન્‍સ્‍પેકટર ચંદ્રીકાબેન આંસુદરા અને કોન્‍સ્‍ટેબલ જયેશકુમરા દેસાઇ પણ હાજર હતા. દરમિયાન મહિલા ઇન્‍સ્‍પેકટર ચંદ્રીકાબેન આસુંદરાએ વકીલ આદીલ શેખને કહ્યું, ‘ચાલ તું ં અહીંયાથી નિકળી જા.

અમે સુપ્રિમ કોર્ટ છીએ' ત્‍યારે વકીલે તેમને કહ્યું બહેન તમે મર્યાદામાં રહીને વાત કરો કહેતા, પી.આઇ ચંદ્રીકાબેન આસુંદરા અને કોન્‍સ્‍ટેબલ જેયશકુમરા દેસાઇએ આદીલ શેખને લાફા ઝીંકી દીધા હતા.

કોર્ટમાં કરાયેલી ફરીયાદની ગંભીર નોંધ લેતા કોર્ટે એડિશનલ જયુડિશ્‍યલ મેજીસ્‍ટ્રેટે વકીલ સાથે ગેરવર્તણૂક કરનાર મહિલા ઇન્‍સ્‍પેકટર અને કોન્‍સ્‍ટેબલ સામે કાર્યવાહી કરવા હુકમ કરતા પીઆઇ ચંદ્રીકાબેન આસુંદરાને લીવ રિઝર્વમા જયારે કોન્‍સ્‍ટેબલ જયેશકુમાર દેસાઇની પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે બદલી કરી દેવાઇ છે.

અમદાવાદ ખાતેના હાઈ કોર્ટ વકીલ આદિલ અહમદના આરોપ અને સાથી વકીલોના ઉપરોક્‍ત આરોપ અંતર્ગત આ કાર્યવાહી થયેલ છે.

(2:51 PM IST)