<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

સુરતમાં આપઘાત રોકો જાગૃતિ કાર્યક્રમઃ બાળકોને નોટબુક વિતરણ-સન્‍માન

રાજકોટઃ હીરાઉદ્યોગના ઉદ્યોગકારોના સાથ સહકારથી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત તથા રત્‍નકલાકાર વેલ્‍ફેર ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા હીરાઉધોગ ના રત્‍નકલાકારો ના ૧૦,૦૦૦ હજાર બાળકો ને વિનામૂલ્‍યે ૧,૦૦,૦૦૦ લાખ નોટબુક નુ વિતરણ કરવાનુ અને  ‘આપઘાત રોકો જાગળતિ કાર્યક્રમ' અને તેજસ્‍વી બાળકો નો પાંચમો સન્‍માન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમા હીરાઉધોગના ઉધોગકારોએ હાજરી આપી હતી.

સરદાર પટેલ સ્‍મળતિ ભવન ખાતે યોજાયેલા  ‘આપઘાત રોકો જાગળતિ કાર્યક્રમ' અને બાળકોને નોટબુક વિતરણ અને સન્‍માન કાર્યક્રમ મા આઈ.ડી.આઈ ના ચેરમેન  દિનેશભાઈ નાવડિયા, જીજેઈપીસી ના ચેરમેન શ્રી જયંતીભાઈ સાવલિયા, સુરત ડાયમંડ એસોસિયેશનના જગદીશભાઈ ખૂંટ તેમજ ડી.સી.પી ઝોન ૧ આલોકકુમાર, ડો. મુકુલ ચોક્‍સી, નરેશભાઈ વરિયા, પ્રોફેસર રમીલાબેન દેસાઈ, મરીવાલા ફાઉન્‍ડેશનના મંગલાબેન હોનાવર સહિત સુરત હીરાઉદ્યોગના અગ્રણીય ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

હીરાઉદ્યોગમા મંદીના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્‍યારે રત્‍નકલાકારો આપઘાત ના કરે અને આપઘાત બાબતે જાગળતિ આવે જેથી રત્‍નકલાકારો ના જીવ બચાવી શકાય તેવા હેતુથી નિષ્‍ણાત વક્‍તાઓ જાણીતા મનોચિકિત્‍સક ડો. મુકુલ ચોક્‍સી તથા નવયુગ કોલેજના પૂર્વ પ્રોફેસર રમીલાબેન દેસાઈ તથા ધબકાર ના તંત્રી નરેશભાઈ વરિયા દ્વારા વક્‍તવ્‍ય આપી રત્‍નકલાકારોને જાગળત કરવા કર્યા હતા અને તેજસ્‍વી બાળકોને સન્‍માનીત કરી નોટબુક વિતરણ કરવામા આવ્‍યુ હતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ ઝીલરીયા તથા ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંક તથા મંત્રીશ્રી હરી મારાજ અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

(10:44 AM IST)