તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 30th May 2025
દેડિયાપાડા તાલુકાના એક ગામની 5 વર્ષીય દીકરી સાથે જાતિય સતામણી કરતો હવસખોર

(ભરત શાહ દ્વારા )નર્મદા: દેડિયાપાડા તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી 5 વર્ષીય દીકરીની જાતીય સતામણી કરતા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામની 5 વર્ષની નાનકડી બાળકી સાથે અશ્વિનભાઈ સુરસિંગભાઇ વસાવા (રહે.સામોટ, વડ ફળીયુ, તા.ડેડીયાપાડા, જી.નર્મદા) નાઓ આ બાળકીને પિતાના ઘરેથી પોતાના ઘરે લઇ જઇ કોઇ બદકામ કરવાના ઇરાદે કપડા કાઢી નાખી જાતીય સતામણી કરી હોય ડેડિયાપાડા પોલીસે અશ્વિન વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
