તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Thursday, 29th May 2025
લોકગાયક કાજલ મહેરિયાએ કડી બેઠક માટે ભાજપમાંથી ટિકિટ માંગી
પોતાના બાયોડેટા સાથે નિરિક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવનાર કાજલ મહેરિયાએ કહ્યું - છેલ્લા 15-20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલી છું. ભાજપ સરકાર સાથે રહીને સેવા કરવાની વધારે મજા આવે છે.

ગુજરાતમાં કડી અને વિસાવદરની ખાલી પટેલી બેઠકો માટે આગાી 19 જૂનના રોજ મતદાન થવાનું છે, ત્યારે ભાજપ દ્વારા આ બેઠકો માટે યોગ્ય ઉમેદવારની પસંદગીકરવા માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં કડી વિધાનસભાની બેઠક માટે ગુજરાતી લોકગાયક કાજલ મહેરિયાએ પણ દાવેદારી નોંધાવી છે.
ભાજપ દ્વારા કડી વિધાનસભા બેઠકના પ્રદેશ પ્રભારી તરીકે મણિનગરના પૂર્વ ધારાસભ્ચ સુરેશ પટેલ અને દશરથ ઠાકોરને નિમણૂંક અપાઈ છે. જ્યારે સંયોજક તરીકે વિનોદ પટેલ અને સહ સંયોજક તરીકે હિમાંશુ ખમારની પસંદગી કરવામાં આવી છે.
આજે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં કડી વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માંગતા 70 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં સૌથી ચોંકાવનારું નામ ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયાનું છે.
કડી વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાના બાયોડેટા સાથે નિરિક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવનાર કાજલ મહેરિયાએ જણાવ્યું કે, છેલ્લા 15-20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલી છું. ભાજપ સરકાર સાથે રહીને સેવા કરવાની વધારે મજા આવે છે. અત્યાર સુધી કલાકારની શ્રેણીમાં સેવા કરતી હતી, હવે લોકોની સેવા કરવાનો આ એક મોકો મળ્યો છે. જો પાર્ટી તક આપશે, તો પ્રજાની સેવા કરવી છે.
આવી જ રીતે કોંગ્રેસ તરફથી ટિકિટ મેળવવા માંગતા લોકો માટે છત્રાલ રોડ પરની હોટલ પર્લ્સમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ, રઘુ દેસાઈ અને કિરીટ પટેલ જેવા નેતાઓ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી.
જણાવી દઈએ કે, કડી વિધાસભા બેઠક પરના ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થવાથી આ બેઠક ખાલી પડી છે. જેના માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. હજુ સુધી ભાજપ-કોંગ્રેસ દ્વારા કોઈ પણ ઉમદવારની પસંદગી કરવામાં નથી આવી. બીજી તરફ બન્ને પાર્ટીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોવાથી, કોને ટિકિટ મળશે તે જોવું રહ્યું.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
