તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 8th May 2025
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાડી દેવાની ધમકીના પગલે અમદાવાદના IPL મેચમાં અભેદ સુરક્ષા ચક્ર ગોઠવાશે...
પાકિસ્તાનના નામે ગુજરાત ક્રિકેટ એસો.ને મળેલ ધમકીભર્યો gmail..રોમાનિયા અને જર્મન જેવા ફેક એડ્રેસ દેખાડે છે... : પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક સાથે ડીસીપી ભરત રાઠોડ સહિતના સિનિયર અધિકારીઓની તાકીદની બેઠકના પગલે માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવ્યો... : અનઅધિકળત વેબસાઇટ VPN નો ઉપયોગ. ભારત પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી તંગદિલી સંદર્ભના લાભ ઉઠાવી પોલીસને ધંધે લગાડવા કોઈ ભેજાબાજનો પ્લાન કે બીજું કંઈક.. રહસ્ય ગોરંભાઈ રહયુ છે...

રાજકોટ, તા. ૮: કાશ્મીરના પહેલગાઉ નજીકની બર્બરતાભરી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ઘટના અને ભારતીય સેના દ્વારા સાત પેઢી ન ભૂલી શકે તેવી કાર્યવાહી વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાડી દેવાની ધમકી મામલે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, નેતળત્વ હેઠળ ડીસીપી ભરત રાઠોડના નેતળત્વમાં ચાલી રહી છે.
ભારત પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી પ્રવર્તમાન તંગ સ્થિતિ ધ્યાને રાખી પાકિસ્તાનના નામે આ ઇમેઇલ થયો છે કે બીજી કોઈ બાબત તેના મૂળ સુધી પહોંચવા સતત જહેમત પોલીસ ટીમ ઉઠાવી રહી છે.
એનોથોરાઇઝડ સાઇટ vpn દ્વારા મળેલ આ મેઇલનું એડ્રેસ ચેક કરતા પ્રથમ રોમાનિયા અને ત્યારબાદ જર્મનીનું દેખાડવામાં આવેલ, બીજા અર્થમાં આ ફેક લોકેશન છે. એકાદ સપ્તાહ પછી આ સ્ટેડિયમમાં મેચ યોજાયો હોવાથી ડીસીપી ઝોન ૨ ભરત રાઠોડ ટીમ દ્વારા સ્ટેડિયમના ખૂણે ખૂણે ચકાસણી કરવામાં આવેલ. તકેદારી ખાતર હવે યોજાનાર મેચ દરમિયાન એક્સ્ટ્રા સિકયોરિટી ફોર્સ તૈનાત કરવા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા સૂચવાયૂ છે. ગુજરાત ક્રિકેટ એસો.ને માલિક ફકત એક લાઇનના ધમકી મેસેજથી પોલીસ તંત્ર ધંધે લાગી ગયું છે. ભૂતકાળમાં એરપોર્ટ માટે પણ આ પ્રકારના મેસેજ મળેલા હતા.
પાકિસ્તાનના નામથી મળેલ gmail પગલે પગલે પોલીસ દ્વારા બોમ્બ સ્કોડ સાથે રાખી ત્રણ કલાક સુધી વિવિધ ટીમો દ્વારા ચેકીંગ થયેલ. હવે પછીના IPL મેચ દરમિયાન આ બાબત કેન્દ્રમાં રાખી પોલીસ કમિશનર સાથે થયેલ પરામર્શ મુજબ લોખંડી સુરક્ષા વ્યવસ્થા રાખવા વિશેષ પ્લાન ડીસીપી ઝોન ૨ ભરત રાઠોડ સહિતના સિનિયર અધિકારીઓ દ્વારા ગોઠવવા ભારે ધમધમાટ ચાલી રહ્યો છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
