તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 13th April 2025
નર્મદાના અંતરિયાળ ગામોમાં વિકાસની વાતો પોકળ:ચાપટ ગામમાં એક વ્યક્તિને સાપે ડંખ મારતા ઝોલીમાં નાંખી સારવાર અર્થે લઈ જવાયા
અંતરિયાળ ગામોમાં રસ્તાના અભાવે 108 સુવિધા પણ ગામ સુધી પહોચતી નથી:ગર્ભવતી મહિલાઓ કે કોઈ ઇમરજન્સીમા આવા ગામોના લોકો ઝોળી બનાવીને જ સારવાર માટે લઈ જવા મજબૂર બન્યા છે

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં અનેક ગામડાઓ માં પાયાની સુવિધા મળી નથી જેમાં ખાસ કરીને પાણીની વિકટ પરિસ્થિતિ કેટલાક ગામોમાં જણાઇ છે અને આ માટે અનેક રજૂઆત બાદ પણ તંત્ર મૌન બેઠું છે. ત્યારે વાત કરીએ રોડ રસ્તાની તો સરકારે 108 જેવી ઇમરજન્સી સેવા શરૂ કરી અને આ સેવા સફળ પણ સાબિત થઈ પરંતુ એમ્બ્યુલન્સ પસાર થાય તેવા રસ્તા કેટલાક અંતરિયાળ ગામોમાં નહીં હોવાથી ગ્રામજનો ઇમરજન્સી સમયે ઝોળીમા નાખી દર્દીઓને કેટલાય કિલોમીટર ચાલીને લાવતા જોવા મળે છે તો આવા ગામો માટે 108 કે અન્ય સુવિધા શું કામ લાગે..?
વાત કરીએ નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયા ચાપટ માં રહેતા ઇદ્રિસભાઈ ડંખ્યાભાઈ વસાવાને સાપે ડંખ મારતા ત્યાં રસ્તાના અભાવે આ દર્દીને ઝોલીમાં નાખીને દવાખાને લઈ જવા પડ્યા હતા.
જેમાં દર્દીના સંબંધીઓ અને ગ્રામજનો ઝોળી લઈને 10 કિલોમીટર સુધી ચાલ્યા બાદ મુખ્ય માર્ગ ઉપર લાવ્યા હતા અને ત્યાર બાદ ખાનગી વાહનમાં દર્દીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘણા કિસ્સામાં આવી સ્થિતિએ જો સમય વેડફાઈ તો દર્દીનું મોત પણ થઈ શકે છે. જોકે નર્મદા જિલ્લાના કેટલાય ગામોમાં આ સ્થિતિ હોવાથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને અચાનક પીડા ઉપડે ત્યારે પણ ઝોળીમા આ રીતે સુવડાવી દવાખાનામાં લઈ જવામાં આવતા હોય છે માટે આ જિલ્લામાં વિકાસ ની વાતો પોકળ સાબિત થતી જોવા મળે છે.
આજની ઘટનામાં નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું જે ચાપટ ગામ છે ત્યાંથી સ્ટેચ્યુ ઑફ યુનિટી 10 કિલોમીટરના અંતરે જ આવેલુ છે. તો મેડિકલ, પાણી વીજળી જેવી પાયાની સુવિધાઓ માટે સરકાર અને તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી લોક લાગણી છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
