<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

કેવડિયા SOU પરિસર માં હિંસક પ્રાણી દીપડાનું " નાઈટ વોક" : પ્રવાસીઓમાં ફફડાટ

સફારી પાર્કમા થોડા સમય અગાઉ એક દીપડો ઘુસી જતા હરણને ફાડી ખાતા અન્ય સાત હરણના પણ મોત નિપજ્યા હતા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે જ્યાં વિશ્વની ઊંચી સરદાર પટેલની પ્રતિમા છે તે પરિસરમાં છેલ્લા બે દિવસથી હિંસક પ્રાણી દીપડો રાત્રી દરમ્યાન લટાર મારતા જણાતા પ્રવાસીઓમાં ઘભરાટ ફેલાયો છે અને વનવિભાગ પણ સતર્ક બની ગયું છે.
   પ્રાપ્ત માહિતી મુજબ કેવડિયા ખાતે આકાર પામેલ અને પ્રવાસન હબ એવા SOU પરિસર માં છેલ્લા બે દિવસથી હિંસક પ્રાણી દીપડો રાત્રી દરમ્યાન શિકારની શોધમાં લટાર મારતો હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા દીપડા ની વાતે પ્રવાસીઓમાં ઘભરાટની લાગણી ફેલાઈ છે જયારે વન અધિકારીઓ સતર્ક થઇ ગયા છે, એમ પણ નર્મદા જિલ્લો જંગલ વિસ્તાર છે. અને ગ્રામ્ય વિસ્તારમાં અનેકવાર દીપડા જંગલમાંથી આવી પશુધન તેમજ ક્યારેક માણસો પર પણ હુમલાના બનાવ નોંધાયા છે ત્યારે SOU નજીક 375 એકરમાં સફારી પાર્ક આવેલો છે જ્યાં થોડા સમય અગાઉ એક દીપડો ઘુસી જતા હરણને ફાડી ખાતા અન્ય સાત હરણના પણ મોત નિપજ્યા હતા આ સંજોગોમાં વનવિભાગે પ્રવાસીઓ અને સફારીપાર્કના હિતમાં સતર્ક રહેવું જરૂરી છે.


 

(9:52 PM IST)