તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 13th April 2025
બિન હથિયારી PSIની 472 જગ્યા માટે પરીક્ષા ૧,૦ર,૯૩પ ઉમેદવારની કસોટીઃ પરીક્ષા શાંતિ વ્યવસ્થા જળવાય તે માટે ૮૦૦ થી વધુ પોલીસ જવાનો તૈનાત
લેખિત પરીક્ષા, અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં આયોજનઃ સુરતમાં ૮૯ કેન્દ્ર પર ૮૮પ પરીક્ષા ખંડમાં ર૬, પપર વિદ્યાર્થીઓ આપશે

અમદાવાદઃ બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે તા.13 એપ્રિલ 2025ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં જઈ રહી છે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર રહેશ.
આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરી રહ્યાં છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે. લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવ્યું છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવનાર છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
