News of Tuesday, 1st April 2025
થર્ડ પાર્ટીના કૉલ દ્વારા નિ:સહાય મહિલાની મદદે પહોચી 181 અભયમ નર્મદા ટીમ
થર્ડ પાર્ટીના કૉલ દ્વારા નિ:સહાય મહિલાની મદદે પહોચી 181 અભયમ નર્મદા ટીમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના એક વિસ્તાર માંથી થર્ડ પાર્ટીનો 181 અભયમ્ હેલ્પલાઇનમાં કોલ આવેલ અને જણાવેલ કે એક મહિલા બે માસના બાળકને લઈને રાત્રી દરમિયાન બસ ડેપોમાં બેઠેલા છે, અને તેમને ઇજા પણ થયેલ છે, તો મહિલાની મદદ માટે 181 ટીમ મોકલી આપો
ત્યારબાદ નર્મદા 181 અભયમ્ ટીમ થર્ડ પાર્ટી દ્વારા જણાવેલ સરનામા ઉપર પહોંચી થર્ડ પાર્ટી તેમજ મહિલા સાથે વાતચીત કરતાં જાણવા મળેલ કે, મહિલા અન્ય જિલ્લાના હોય, તેમના પતિ તેમજ સાસરી પક્ષ દ્વારા હેરાનગતિ હોય, માર મારેલ હોય તો પગમાં ઇજા પહોંચેલ તેથી મહિલા લાકડીના ટેકે ચાલતાં નીકળી ગયા અને આ મહિલાને પિયર મહારાષ્ટ્રમાં જવાનું હતું પરંતુ રાત્રે મહારાષ્ટ્રની કોઈ બસ ના હોય અને તેમની પાસે ભાડું પણ ના હોય તેમજ રાત્રિ દરમિયાન એકલા મહિલા બાળક સાથે બસ ડેપોમાં ના રહી શકે, તેથી 181 ટીમે મહિલાને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવેલ, આમ 181 અભયમ્ નર્મદા ટીમ દ્વારા નિ:સહાય મહિલાને તેમના બાળક સાથે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવેલ.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
