તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 1st April 2025
અમદાવાદમાં ગુરૂવારથી લંબેહનુમાનજીનો રજતજયંતી શતાબ્દી મહોત્સવ ઉજવાશે
પૂ. નિર્મોહીદાસજીના મુખે કથા ૧૧૧ કુંડી રામમહાયજ્ઞ-પ્રદર્શન

અમદાવાદઃટેબલી કઠવાડા લંબે હનુમાન તપોવન સેવા આશ્રમ અમદાવાદ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહંત નિર્મોહીદાસના વ્યાસાસને તા. ૩ થી ૯ એપ્રિલ સવારે ૯ થી ૧ર બપોરે ૩ થી ૬ સાથોસાથ ૧૦ થી ૧ર એપ્રિલ બપોરના ૩ થી ૬ મધુસુદનલાલજી મહારાજના વ્યાસાસને હનુમંતકથા યોજાશે.
ઉદારશીરોમણી મહા મંડલેશ્વર રોકડીયા બાપુના જણાવ્યા અનુસાર તા. ૪ એપ્રિલ બપોરે ૩-૩૦ કલાકે જગતગુરૂ શંકરાચાર્ય પૂ. સ્વામિસદાનંદ સરસ્વતિજી મહારાજ (દ્વારકાશારદાપીઠ) તેમજ તા. ૧૦ સવારે ૯-૩૦ કલાકે મહામંડેશ્વર દિલીપદાસ મહારાજ (જગનાથ મંદિર અમદાવાદ) ના અધ્યક્ષસ્થાને ધર્મસભા રાખવામાં આવી છે.
લંબેહનુમાન ટેબાલી દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા. તેમજ ઉદાર શીરોમણી રોકડીયા બાપુ અને રામાયણી નિર્મોહીદાસ માતાજીની ઉગ્ર તપર્સ્યાના રપ વર્ષ પૂર્વેથયા કઠવાડાના હરી લાખા રબારી ટેબલી હનુમાનજીને ૧૦૦ વર્ષ પૂર્વં ઉંટપર લાવેલ જો કે હનુમાનજી થોડા વર્ષો મહાદેવ મંદિરમાં પણ બીરાજમાન થયેલ તેમ યાદીમાં જણાવાયું છે.(૩૬-૭)
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
