તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 18th March 2025
અમદાવાદ પાલડીમાં આવિષ્કાર એપાર્ટમેન્ટ પર રેડ : 95.5 કિલો સોના સાથે મળી 3.58 કરોડની ઘડિયાળ
ATS અને DRIની ટીમે દરોડા પાડ્યા: શેર દલાલ મેઘ શાહે 104 નંબરનો ફ્લેટ ભાડે રાખ્યો હતો

ગુજરાત ATS અને DRI આજે અમદાવાદના પાલડીમાં આવિષ્કાર એપાર્ટમેન્ટ પર રેડ પાડી હતી. જેમાં 95.5 કિલો સોનુ અને 70 લાખ રોકડ મળી આવ્યા હતા સાથે કિંમતી ઘડિયાળ પણ મળી આવી છે જેની કિંમત 3.58 કરોડની અંકાઈ છે
મળતી માહિતી અનુસાર ATS અને DRIની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી આવી હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા મુંબઈના મેઘ શાહના ફ્લેટમાં સમગ્ર તપાસ કરવામાં આવી હતી. જેમાં મેઘ શાહની વિગતો જોવા જઇએ તો મુંબઈનો મોટો શેર દલાલ મેઘ મૂળ બનાસકાંઠાના જેતડા ગામનો વતની છે. મેઘ શાહની બહેન પમ્મી શાહ પણ આવિષ્કાર એપાર્ટમેન્ટમાં જ રહે છે. ત્યારે પહેલાં પમ્મી શાહના 403 નંબરના ફ્લેટમાં તપાસ કરવામાં આવી હતી
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
