<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

નરેન્‍દ્રભાઇ કાલથી બે દિ' સુરત, ઉદઘાટન નવસારી અને સંઘપ્રદેશના દાદરા-નગર હવેલીની મુલાકાતે

સંઘપ્રદેશમાં રૂ.૨૫૮૭ કરોડના વિવિધ પ્રોજેક્‍ટોનું ઉદઘાટન અને શિલાન્‍યાસઃ નમો હોસ્‍પિટલનું ઉદઘાટન કરી સાયલી સ્‍ટેડિયમ ખાતે જાહેર સભા યોજશેઃ ૧૨૭૦ બેડની ક્ષમતા સાથે નવા અને આધુનિક સ્‍વરૂપ સાથે જનસેવા માટે સજ્જ ‘‘નમો હોસ્‍પિટલ'': તડામાર તૈયારીઓ પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલ સતત ખડેપગેઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના ૨૬ કલાકના રોકાણ દરમિયાન માત્ર સંઘપ્રદેશમાં ૨૬૦૦ કરોડના વિકાસના કાર્યો

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી આવતી કાલ  થી બે દિવસ સુરત,નવસારી અને સંઘપ્રદેશ ના દાદરા નગર હવેલી ની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તેઓ કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્‍ટનું ઉદ્ધાટન અને શિલાન્‍યાસ કરશે.

શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતી કાલે એટલે કે તારીખ સાતમી માર્ચે બપોરે બાર વાગ્‍યે દિલ્‍હીથી પ્રસ્‍થાન કરી બપોરે ૧.૩૦ કલાકે સુરત એરપોર્ટ પર આવશે અને અહીં થી આશરે બપોરે ૧.૪૫ કલાકે હેલીકોપટર મારફતે સેલવાસ જવા પ્રસ્‍થાન કરશે અહીં નરેન્‍દ્રભાઈ નમો હોસ્‍પિટલ (શ્રી વિનોબા ભાવે સિવિલ  હોસ્‍પિટલ)નું ઉદ્ધાટન કરશે અને પ્રદેશના લોકોને સમર્પિત કરશે એટલુંજ નહિ તેઓ હોસ્‍પિટલના ફેઝ ૨ બિલ્‍ડીંગનું ખાતમુહૂર્ત પણ કરશે. હોસ્‍પિટલની ક્ષમતા વધારીને તેને અતિ આધુનિક  મેડિકલ સુવિધાઓ થી સજ્જ કરવામાં આવી છે જેને પગલે આ હોસ્‍પિટલ માત્ર પ્રાદેશિક સ્‍તરે જ નહિ પરંતુ રાષ્‍ટ્રીય સ્‍તરે પણ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. એટલુંજ નહિ ટૂંક સમયમાં અહીં રોબોટિક સર્જરી પણ શરુ કરવામાં આવશે.

૧૧ મોડ્‍યૂલર ઓપરેશન થિયેટર,આઇસીયુ વોર્ડ અને ઓ.પી.ડીની સુવિધા શરુ કરવા માં આવી છે.

નમો હોસ્‍પિટલના નવા બિલ્‍ડીંગના ઉદ્ધાટન પછી અહીં ૯૩૦ વોર્ડ બેડ ,૧૭૦ આઈ.સી.યુ બેડ ,૧૦૦ એન.આઈ.સી.યુ બેડ ૫૦ ડિલક્‍સ રૂપ ઉપલબ્‍ધ છે .આ હોસ્‍પિટલ ડાયાલીસીસ સુવિધાઓ અને અન્‍ય ઘણી મહત્‍વપૂર્ણ સેવાઓ પણ પ્રદાન કરશે. આ હોસ્‍પિટલમાં કાર્ડિયાક સમસ્‍યાની સારવાર, કેન્‍સર માટે આધુનિક ઉપચાર અને અંગોના પ્રત્‍યારોપણ માટે નિષ્‍ણાંત સેવાઓ પણ મળી રહેશે.

  આ હોસ્‍પિટલને અદ્યતન નમો હોસ્‍પિટલ તરીકે વિકસાવામાં ર્ડો. વી કે દાસનું યોગદાન પણ અતિમહત્‍વનું રહ્યું છે પ્રશાસ શ્રી પ્રફુલ ભાઈ પટેલ ના માર્ગદર્શન ને પગલે આજે છેવાડા ના આ આદિવાસી પ્રજાજનો માટે આશીર્વાદ સમી બની રહેશે.

    હોસ્‍પિટલ નું ઉદ્ધાટન અને ભુમીપુજન કર્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ સાયલી ગ્રાઉન્‍ડ ખાતે જનસભા સંબોધશે.

 

(4:26 PM IST)