News of Wednesday, 5th March 2025
રાજ્યમાં ગરમી ભુક્કા બોલાવશે : 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે: હવામાન વિભાગની ચેતવણી
ભારે પવન ફુંકાવવાની શકયતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ ગરમીનું જોર વઘશે. ત્યારે કાળઝાળ ગરમીની આગાહીના પગલે લોકો પરસેવે રેબઝેબ થવા તૈયાર રહે! સાથો સાથ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર પવન પણ ફૂંકાય તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઉત્તરથી પૂર્વ તરફ પવનની દિશા બદલાઈ છે ત્યારે 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે
માર્ચ મહિનામાં ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીની અસર 8 થી 12 દિવસ સુધી રહી શકે છે.એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમીની અસર 10 થી 12 દિવસ સુધી રહી શકે છે.મે મહિનામાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને ગરમીની અસર 8 થી 12 દિવસ સુધી રહી શકે છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
