<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

સુરતમાં મહિલા પોલીસકર્મીનો આપઘાત એરપોર્ટ ખાતે બજાવી રહ્યાં હતા ફરજ

મહિલા પોલીસકર્મી શેતલ ચૌધરી ઘરે એકલા હતા ત્યારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો : સિવિલ હોસ્પિટલ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું

સુરત શહેરમાં મહિલા પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આજે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તેઓએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે હાલ સામે આવ્યું નથી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના અઠવા લાઇન્સ સ્થિત બસેરા હાઉસ પાસે રહેતા મહિલા પોલીસકર્મી શેતલ ચૌધરી સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ ઘરે એકલા હતા ત્યારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેઓએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે હાલ સામે આવ્યું નથી. આજે સિવિલ હોસ્પિટલ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. શીતલ બેનના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે ઉમરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

મૃતકના બહેન કાજલબેનએ જણાવ્યું હતું કે અમે પહેલા ગામડે રહેતા હતા પણ મારી બહેન પોલીસમાં નોકરી કરતી હતી તો હું તેની સાથે રહેવા આવી હતી. સુરતમાં અમે અઠવા લાઈન્સ પાસે બસેરા હાઉસ પાસે રહેતા હતા. હું પોલીસ માટે પરીક્ષાની તૈયારી કરું છું જેથી વાંચવા માટે લાયબ્રેરી ગઇ હતી અને ઘરે આવી સાંજે 8 વાગ્યે ત્યારે મને ખબર પડી હતી. મારી નાની બહેન હતી અને મમ્મી પપ્પા ખેતીકામ કરે છે તેઓ વતનમાં રહે છે.

(5:03 PM IST)