News of Wednesday, 19th February 2025
નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ ચોથીવાર ગુજરાતનું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.
ગુરુવારે બપોરે 12 વાગે વિધાનસભાના બજેટ સત્રની બેઠકનો પ્રારંભ થશે:પ્રશ્નોત્તરી કાળથી બેઠક શરૂ થશે. મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, ગૃહ, મહેસુલ, શહેરી વિકાસ સહીતના વિભાગોના પ્રશ્નોની ચર્ચા હાથ ધરાશે

ગાંધીનગર : ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ આવતીકાલ 20મી ફેબ્રુઆરીના રોજ ચોથીવાર ગુજરાતનું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. આવતીકાલ 20 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ બપોરે 12 વાગે વિધાનસભાના બજેટ સત્રની બેઠકનો પ્રારંભ થશે.
પ્રશ્નોત્તરી કાળથી બેઠકનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, ગૃહ, મહેસુલ, શહેરી વિકાસ સહીતના વિભાગોના પ્રશ્નોની ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત રમત ગમત યુવા અને સાંસ્કૃતિ વિભાગ, વાહનવ્યવહાર સહીતના વિભાગોના પ્રશ્નોને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકાશે. તેમજ અનુમતિ મળેલા વિધેયકો પણ મેજ પર મુકવામાં આવશે. વર્ષ 2024-2025ના ખર્ચના પૂરક પત્રક રજૂ થશે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અંદાજ પત્ર રજૂ કરશે. વર્ષ 2025-2026 નું અંદાજપત્ર રજૂ કરશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ. નાણાં મંત્રી કનુ દેસાઈ ચોથી વખત બજેટ રજૂ કરશે
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
