તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 12th February 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહેસાણાના ઝુલાસણમાં અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ
મુખ્યમંત્રીએ કહ્યું ઝુલાસણ ગામમાં 5 હજાર લોકોની વસ્તી જેમાંથી 2 હજાર લોકો તો અમેરિકા રહે છે:ગામમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તમામ મદદ આપવાની સરકારની તૈયારી

મહેસાણાના ઝુલાસણમાં અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું. ભાજપના કાર્યકર્તાઓ અને ગામના લોકોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું
શાળાના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગ્રામજનોને સંબોધન પણ કર્યું હતું. જે દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું ઝુલાસણ ગામમાં 5 હજાર લોકોની વસ્તી છે. જેમાંથી 2 હજાર લોકો તો અમેરિકા રહે છે.. ગામમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તમામ મદદ આપવાની સરકારની તૈયારી છે..સાથે જ ગામના વધુમાં વધુ બાળકો શાળામાં શિક્ષણ મેળવવા આવે તેવી મુખ્યપ્રધાને અપીલ કરતા કહ્યું. શાળામાં બાળકો આવશે તો શાળા બનાવીશું ને. વધુમાં તેઓએ કહ્યું કે ગામની દીકરીઓ અને બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે વિકાસના કામો કરવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહેશે
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
