News of Sunday, 2nd February 2025
રણછોડરાય ભગવાનના ધામ ડાકોરમાં જુગાર રમતા ૧૩ શખ્સની ધરપકડ

ડાકોર, તા.ર,
રણછોડરાય ભગવાનના ધામ ડાકોરમાં જુગાર રમતા ૧૩ શખ્સોની સ્ટેટ મોનીટરિંગ સેલ પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રોકડ રકમ અને વાહનો મળીને રૂ.૧,૮૪,૫૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMC ની ટીમને માહિતી મલી હતી કે ખેડાના ડાકોરમાં ગાંધીબાગ ગેટ પાસે ગોમતી ઘાટ ખાતે કેટલાક શક્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.
જેમાં જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા હતા. તેમની પાસેતી પોલીસે રૂ.૪૦,૦૩૦ રોકડા અને ચાર વાહનો તથા ૧૦ મોબાઈલ મળીને કુલ રૂ. ૧,૮૪,૫૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓને બાદમાં ડાકોર પોલીસને સોંપવામાં આવ્યા હતા. વધુ તપાસ ડાકોર પોલીસ કરી રહી છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
