News of Thursday, 30th January 2025
શિક્ષકે વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું
યુવતીએ ઇંગ્લિશ સ્પોકનનો કોર્ષ શરૃ કર્યો હતોઃશિક્ષકે વિદ્યાર્થિની સાથે પ્રેમ સંબંધ કેળવીને યુવતીને લગ્નની લાલચ આપીને નરાધમ શિક્ષકે અનેક વખત સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ, તા.૩૦
ખોખરામાં સ્પોકન ઈંગ્લિશના ક્લાસ ચલાવતા શિક્ષકે વિદ્યાર્થિની સાથે પ્રેમ સંબંધ કેળવીને યુવતીને લગ્નની લાલચ આપીને નરાધમ શિક્ષકે અનેક વખત સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં નરાધમ શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જીગ્નેશ ગોહેલની ધરપકડ કરી છે.
ખોખરા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય નેહા (નામ બદલેલ છે) તેના પરિવાર સાથે રહે છે. વર્ષ ૨૦૨૨માં ટીવાય બીકોમનો અભ્યાસ પૂર્ણ કરીને યુવતીએ ઇંગ્લિશ સ્પોકનનો કોર્ષ શરૃ કર્યો હતો. ઘર પાસે રહેતા જીગ્નેશ ગોહેલ ઇંગ્લિશ સ્પોકનના ટ્યૂશન ક્લાસ ચલાવતા હોવાથી યુવતીએ ત્યાં ક્લાસ શરૃ કર્યા હતા. આ દરમિયાન શિક્ષક જીગ્નેશ ગોહેલ અને યુવતી વચ્ચે મોબાઈલ નંબરની આપ - લે થઈ હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ અને પ્રેમ સંબંધ પણ બંધાયો હતો. વર્ષ ૨૦૨૨માં શિક્ષકે વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપીને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં લંપટ શિક્ષકે લગ્ન કરવાનો ઇક્નાર કરતા યુવતીએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યાં અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી શિક્ષકે યુવતીના બીભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતીએ પરિવારના સભ્યોને આ મામલે જાણ કર્યા બાદ ખોખરા પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ શિક્ષક જીગ્નેશ ગોહેલની દુષ્કર્મના ગુના હેઠળ ધરપકડ કરી છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
