News of Friday, 24th January 2025
બનાસકાંઠાના મલાણા ગ્રામ પંચાયતના બે સદસ્ય સહિત ચાર લોકો બે લાખની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદીના માતા સરપંચ છે અને તેમના પર અવિશ્વાસની દરખાસ્ત થયેલી:દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવાના તથા વિકાસના કામોમાં કમિશન આપવાના અવેજ પેટે લાંચ માંગી હતી

બનાસકાંઠાના મલાણા ગ્રામ પંચાયતના બે સદસ્ય સહિત ચાર લોકો રૂપિયા 2,00,000 ની લાંચ લેતા ઝડપાયા છે. આ કેસમાં ફરિયાદીના માતા સરપંચ છે અને તેમના પર અવિશ્વાસની દરખાસ્ત થયેલી છે. જે દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવાના તથા વિકાસના કામોમાં કમિશન આપવાના અવેજ પેટે પંચાયતના બે સભ્યો તથા તેમના પતિ સાથે મળી ફરીયાદી પાસે રૂપિયા બે લાખની લાચની માંગણી કરવામાં આવી હતી.
જેમાં મલાણા ગ્રામ પંચાયતના સભ્ય જામાબેન એમ.મકવાણા, સભ્ય નયનાબેન આર.પ્રજાપતિ, જામાબેનના પતિ મુકેશ મકવાણા અને નયનાબેનના પતિ રમેશ આર.પ્રજાપતિનો સમાવેશ થાય છે. જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ન હોવાથી ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી મકેશ મકવાણા તથા રમેશ પ્રજાપતિએ ફરિયાદી સાથે પાલનપુર આબુ હાઈવે હોટેસલ સહારા ખાતે વાતચીત કરી રૂ. 2,00,000 લાંચની રકમ સ્વીકારી પકડાઈ ગયા હતા.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
