તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 18th January 2025
ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર : ડભોઈના કરનેટ ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા :બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડતા કરનેટ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતું રેતી ખનન ઝડપી પાડયું

ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર ક્યારે બંધ થશે. રોજબરોજ લાખો ટન રેતી ઓરસંગ નદીમાંથી ઉલેચવામાં આવે છે. તેવા લોકોમાં ઉઠતા સવાલ વચ્ચે ખાણ ખનીજ વિભાગે આશરે સાત ટ્રક અને જેસીબી થઈ કુલ બે કરોડ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે
ડભોઈ ઓરસંગ નદીનાપટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડતા કરનેટ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતું રેતી ખનન ઝડપી પાડયું હતું એક જેસીબી મશીન સહિત ડમ્પર અને ટ્રકો સહિત જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડભોઈ તાલુકાના કરનેટ ગામે ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો વેપોલો ખાણ ખનીજ વિભાગ સહિત તંત્રના ડર વિના માફીયાઓ ચલાવી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરીને કાર્યવાહી કરાતી હોવા છતાં પુનઃ આ વેપલો ધમધમવા માંડે છે.તંત્ર અને રેતી માફિયાઓ વચ્ચે વારંવાર ચોર પોલીસના નાટકીય દ્રશ્યો સર્જાતા હોવાની ચર્ચા હાલ તો ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી વહન કરતા સાત વાહનો સહિત એક જેસીબી મશીન વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આશરે પાંચ ગાડીઓ ખાલી પકડવામાં આવેલી છે અને બે ગાડીઓ રેતી વહન કરતી ઝડપાય છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
