તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 18th January 2025
કામરેજ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા નવાગામના સરપંચ સુમિત્રાબેન પ્રભુભાઈ પટેલની પ્રમુખ તરીકે નિમણૂક સુરત જીલ્લા બ્રહ્મસમાજ દ્વારા આવકાર

સુરત તા.૧૮: કામરેજ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા નવાગામના સરપંચ અને ૧૦૮ ની જેમ સેવા કરતા સુમિત્રાબેન પ્રભુભાઈ પટેલનેપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે તેઓ નવાગામ પંચાયતના સરપંચ તરીકે ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. નવાગામના ઉપસરપંચ પ્રભુભાઈ પટેલ નવા ગામની ૫૦ થી ૬૦ જેટલી સોસાયટીઓમાં સંપૂર્ણ સુવિધાઓ આપી છે આરસીસી રોડ ગટર પાણી સફાઈ જેવા અનેક કામો કરી વર્ષોથી સરપંચ તરીકે સેવા કરે છે લોક સેવા એજ એમનો જીવન મંત્ર છે સુરત જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ, ભાજપના અગ્રણી કમલેશ એમ. મહેતા, શાસક પક્ષના રમેશ શીંગાળા, કામરેજ તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ ગીરધર ભાઈ જોશીએ અભિનંદન આપ્યા છે
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
