તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Friday, 17th January 2025
નારેશ્વર તીર્થસ્થાનના ૧૦૦માં શતાબ્દી વર્ષ નિમિત્તે અવધુત ચરણ રજ પ્રથમ પગલા ઇન્દ્રવરનાની સ્મૃતિમાં દત બાવની પાઠનું આયોજન
ગરુડેશ્વર રાજપીપળા બ્રીજનું નામાંભિકરન ટેમ્બે સ્વામિ બ્રીજ રંગ સેતું બ્રિજની જેમ કરવા ભક્તોની માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નારેશ્વર તીર્થસ્થાન ૧૦૦ માં સ્વર્ણીમ સિલ્વર જ્યુબીલી શતાબ્દિ વર્ષ નિમિત્તે મા ભગવતિ રુકમામ્બા અન્નક્ષેત્ર પોથી આદેશ આશ્રમ, ઇન્દ્રવરના ચેક ડેમ વીજળી પ્રોજેક્ટ, ઈન્દ્રવરના પ્રોજેકટ અંતર્ગત ૫.પૂજય શ્રી રંગ અવધૂત ગુજરત વિદ્યાપીઠ છોડી અંબાજી ગયાં અને અંબાજીથી અવધૂત મહારાજ ઇન્દ્રવરના ખાતે આવેલ, ઇન્દ્રેશ્વર મહાદેવ, વરુંનેશ્વર મહાદેવના દર્શન કરી નૌકા વિહર દ્વારા શ્રી વાસુદેવાનંદ સરસ્વતિ મહારાજ ગુરુના સ્થાને દર્શન કરી, રેવા કીનારે તેઓને બીજી વાર પોથી આદેશ ઇન્દ્રવરના ખાતે થતાં નારેશ્વર ખાતે તેઓએ નારેશ્વર ખાતે દત પુરાણ ૧૦૮ પારાયણ કરી તેની ઉજવણી નર્મદા પરિક્રમા કરી નારેશ્વર તીર્થસ્થાન આવેલ, ૫. પૂજય શ્રી રંગ અવધૂત મહારાજ જ્યારે જ્યારે રાજપીપળા આવતાં ત્યારે પદયાત્રા કરી ગરુડેશ્વર ઈન્દ્રવરના ખાતે નૌકા બિહાર દ્વારા ગરુડેશ્વર દત મંદીર, સમાધી મંદિરે જતાં. તેની સ્મૃતિમા તારીખ ૧૯/૧/૨૦૨૫ રવિવારે બપોર ૧૨.૩૦ થી ૫.૩૦ કલાકે દત બાવની પાઠ મા નર્મદા પરિક્રમા સેવા સંઘ ઈન્દ્રવરના દ્વારા ઇન્દ્રવરના ચેક ડેમ વીજળી પ્રોજેક્ટ નર્મદા જીલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં રંગ ભકતો, નર્મદા ભકતોને ભાવભીનું આમંત્રણ છે, સાથે ગરુડેશ્વર રાજપીપળા બ્રીજનું નામાંભિકરન ટેમ્બે સ્વામિ બ્રીજ રંગ સેતું બ્રિજ ની જેમ કરવા રંગ ભકતો, નર્મદા ભકતોની માંગ પણ છૅ.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
