<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

બોપલમાં જ્વેલર્સનાં શો રૂમમાં હથિયારની અણીયે 73 લાખનાં દાગીનાની લૂંટ કરનાર ગેંગ ઝડપાઈ:તપાસમાં અનેક ખુલાસા

ગુનામાં સામેલ બિરેન્દ્ર કુમારે જાવેદને સાથે રાખીને લૂંટનો પ્લાન બનાવ્યો અને બોપલમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લોકોની સાથે રહીને રેકી કરતો.:યુપીથી બે દેશી તમંચા અને એક પિસ્ટલ લાવ્યા બાદ ગુનામાં અમરસિંહ અને જોતસિંહને સાથે રાખી લૂંટને અંજામ આપ્યો .

અમદાવાદ ગ્રામ્યનાં બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કનકપુરા જ્વેલર્સમાં થયેલી લૂંટ મામલે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ બપોરનાં સમયે વેપારી સહિતનાં શોરૂમનાં કર્મચારીઓને બંધક બનાવી 73 લાખથી વધુની કિંમતનાં દાગીનાની લૂંટ કરી હતી. ગ્રામ્ય પોલીસે આ મામલે બિરેન્દ્ર ખટીક, જાવેદ રાંગડ, અમરસિંહ જાટબ અને જોતસિંગ દિવાકર નામનાં ચારેય આરોપીઓની ધરપકડ કરી છે

 

ગુનામાં સામેલ બિરેન્દ્ર કુમારે જાવેદને સાથે રાખીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને બોપલમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લોકોની સાથે રહીને રેકી કરતો હતો. અંતે તેઓએ કનકપુરા જ્વેલર્સમાં લૂંટ કરવાનું નક્કી કર્યું અને ઉત્તરપ્રદેશથી બે દેશી તમંચા અને એક પિસ્ટલ લાવ્યા હતા. જે બાદ ગુનામાં અમરસિંહ અને જોતસિંહને સાથે રાખી બીજી જાન્યુઆરીએ લૂંટને અંજામ આપ્યો હતો.

 

આરોપીઓ આ લૂંટ કર્યા બાદ ઉત્તરપ્રદેશ ફરાર થઈ ગયા હતા, આરોપીઓને પકડવા માટે પોલીસે હજારો સીસીટીવી તેમજ અન્ય હ્યુમન સોર્સનો ઉપયોગ કર્યો અને વાહનનાં નંબરનાં આધારે ગુનેગારોને પકડી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાંથી બે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.  જોકે ગ્રામ્ય પોલીસે આરોપીઓને પકડી મુદ્દામાલ રીકવર કરવાની તજવીજ હાથ ધરી છે.

(6:49 PM IST)