<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

શંખેશ્વર બસ સ્‍ટેશન પાસે સ્‍કોર્પિયો બસ સાથે અથડાતા સરપંચના પુત્ર સહિત રના મોત

અકસ્‍માતમાં કારનો ભુક્કો બોલી ગયોઃ ર યુવકો ગંભીર હાલતમાં સારવારમાં

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા.૧૬: શંખેશ્વર બસ સ્‍ટેશન સામે સોમવારે સાંજે એક ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. ઓવરસ્‍પીડમાં જતી સ્‍કોર્પિયો કારના ચાલકે અચાનક સ્‍ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમાં ઉભેલા ટ્રાવેલ્‍સ સાથે અથડાઇ હતી. આ અકસ્‍માતમાં કારમાં સવારે ૨ યુવકોના મોત નીપજયા હતા. જયારે બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયા હતા. જે હાલ સારવાર હેઠળ છે.મૃતકોમાં શંખેશ્વર તાલુકા સરપંચ ડી.કે. ગઢવીના પુત્ર દીક્ષીત ગઢવી અને બ્રિજેશ ડાભીનો સમાવેશ થાય છે. અકસ્‍માતમાં અન્‍ય બે યુવકોને ઇજાઓ પહોંચી હતી. જયારે અન્‍ય એક યુવકને સામાન્‍ય ઇજાઓ થઇ હતી. સુત્રોના જણાવ્‍યા અનુસાર, ચારેય મિત્રો મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્‍યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. સરપંચના પુત્રના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્‍તારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે

 

(3:37 PM IST)