<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

રાજપીપલા રાજવંત પેલેસમાંથી પિસ્તોલની ચોરીનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલાયો.

ચોરી કરનાર તથા તેને મદદ કરનાર કુલ પાંચ શખ્સોને મુદામાલ સાથે એલસીબી, નર્મદાએ ઝડપી લીધા: ચોરીની પિસ્તલ તથા વાહનો મળી કુલ કિ.રૂ. ૧૦,૪૦,૦૦૦-ના મુદામાલ સાથે કુલ પાચ શખ્સોને પકડી પાડયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાના ઓએ જિલ્લામાં દાખલ થયેલ અન ડીટેકટ ગુના શોધી કાઢવા તથા ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે વાય.એસ.શિરસાઠ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ રાજપીપલામાં પો.સ્ટે ખાતે ગઇ તા.૧૧/૦૧/ ૨૦૨૫ ના રોજ રાજવંત પેલેસમાં થયેલ ચોરી બાબતે દાખલ થયેલ જે ગુનાના કામે ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે જુદી જુદી ટીમો બનાવી ગુન્હામાં સંડોવાયેલ આરોપી નામે સંજય મધુકર રાજાને રહે. મકાન નંબર- ૨૩, જયદેવ પુંજા પંડયાની ચાલી, રાધે મોલ સામે, ખોખરા, અમદાવાદને ગણતરીના કલાકોમાં અમદાવાદ ખાતેથી પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ (પિસ્તોલ) રિકવર કરવામાં આવેલ છે તેમજ પકડાયેલ આરોપી સંજય મધુકર રાજાને ને ગુન્હા સબંધે પુછપરછ દરમ્યાન ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ માં (૨) મીત કલ્પેશભાઇ રાવલ (હાલ રહે.વિશ્વકર્મા મંદિર, ભાથીજી નગર, ડી માર્ટ સામે, સોમા તળાવ, વડોદરા, મુળ રહે. રણછોડજી મંદિરની બાજુમા ગરૂડેશ્વર, તા.ગરૂડેશ્વર જી.નર્મદા)  (3) અરબાજ ઉર્ફે અજ્જુ મનસુરખાન પઠાણ (રહે.નિઝામશા દરગાહ પાસે, તા.નાંદોદ જી.નર્મદા) (૪) રિઝવાન લિયાકત મલેક (રહે.કસ્બાવાડ, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા)  (૫) ફરહાન ઇકરામ હુસેન રાઠોડ (રહે.આરબ ટેકરા, દરબાર રોડ, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ પોતાના મોજ શોખ પુરા કરવા માટે તમામે સાથે મળી મહારાજા રઘુવિરસિંહની ઉંમર તથા શારીરીક અશક્તતાનો લાભ ઉઠાવી મહેલ માંથી નાની મોટી ચીજ વસ્તુઓ તથા મહારાજાની સહીઓ કરેલ કોરા ચેકોની ચોરી કરેલાનુ તથા ચોરી કરેલ ચીજવસ્તુ માંથી તથા ચોરી કરેલ કોરા ચેકો વટાવી મળેલ નાણા દ્વારા (૧) મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી (ર) સેવોલેટ કંપનીની કુઝ ગાડી (૩) રોયલ એન્ફીલ્ડ કંપનીનુ બુલેટ જેવા વાહનો ખરીદી કરી પોતાના ઉપયોગ માટે તમામ વારાફરતી વાપરતા હોવાની કબુલાત કરેલ છે સદરહુ વણ શોધાયેલ ગુનાને નર્મદા એલ.સી.બી.દ્રારા ગણતરીના કલાકોમાં શોધી કાઢી તમામ આરોપીઓ તથા તમામ મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી સારૂ રાજપીપલા પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે.
આ લોકો પાસેથી પકડાયેલ મુદામાલમાં પિસ્તોલ નંગ- ૧ કિમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- તથા વાહન નંગ-૩ કિમત રૂપિયા ૬,૮૦,૦૦૦/- તથા તેમની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૫ કિમત રૂપિયા ૬૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧૦,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(11:47 PM IST)