<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

છેલ્લા ૬ મહિનામાં રાજ્‍યના જ્‍વેલરી ઉદ્યોગનો ૫૦૦ કરોડનો નફો

ગુજરાતીઓ સોનું ખરીદવામાં પાછા ન પડે : એક તરફ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહયો છે તેમ છતાં લોકો સોનાના વેપારીઓની ચમક વધી રહી છે..

અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં વધારો હોવા છતાં ગુજરાતના જ્‍વેલરી ઉદ્યોગે ૬ મહિનામાં ૫૦૦ કરોડથી પણ વધારે નફો મેળવ્‍યો છે. ગુજરાતના ૪૯ જ્‍વેલર્સ દ્વારા આયોજિત સુવર્ણ સૌભાગ્‍ય ઉત્‍સવ થકી ગુજરાતના જ્‍વેલર્સને મોટો ફાયદો થયો છે. અમદાવાદ સુવર્ણ સૌભાગ્‍યા ઉત્‍સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ઉત્‍સવ ૦૭ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ થી ૨૫ ડિસેમ્‍બર ૨૦૨૪ દરમિયાન ગુજરાતભરના ૪૯ થી વધુ નામાંકિત જ્‍વેલર્સના ખરીદી કરનાર માટે લકી ડ્રો આયોજિત કરવામાં આવ્‍યો હતો.

વ્‍યાવસાયિક મંદી હોવા છતાં વેપારીઓએ પોતાના પ્રયાસ દ્વારા સુવર્ણ સૌભાગ્‍ય ઉત્‍સવ દ્વારા જ્‍વેલર્સ વ્‍યવસાયમાં ફરી એક નવી ઊર્જા સ્‍થાપિત કરી છે. જેના દ્વારા આ યોજનામાં જોડાયેલ જ્‍વેલર્સોનો વેપાર ૩૦૦ કરોડથી પણ વધારે થયો છે. આ ઉત્‍સવમાં ૯૯૯૯ થી વધુ પ્રોત્‍સાહક ભેટોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને માત્ર રૂ.૧૦,૦૦૦ અથવા તેથી વધુની જ્‍વેલરીની ખરીદી પર વિશિષ્ટ ભેટો અને મહામૂલી લકી ડ્રોની તક આપવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સપના કે ગુજરાત એક વ્‍યાવસાયિક ઉદ્યાન બને એ હેતુને પણ ગતિ આપવામાં સહયોગી બનશે એવી ધારણા છે. તેમજ ગ્રાહકોને પણ આ ઉત્‍સવ દ્વારા માત્ર જ્‍વેલરી જ નહીં પરંતુ ઝવેરાત સાથે કોઈ હજારો પ્રોત્‍સાહિત ભેટનો લાભ મળવાપાત્ર બન્‍યો છે. પરેશ રાજપરાએ જણાવ્‍યું હતું કે, ‘‘આ ઉત્‍સવ પાછળનો મુખ્‍ય હેતુ જ્‍વેલર્સમાં સંગઠનની ભાવના ઊભી કરવાનો અને તેમના વ્‍યવસાયમાં અદભૂત તકો આપવા માટે સક્ષમ એવા જૂથની રચના કરવાનો હતો. હેડવે બિઝનેસ સોલ્‍યુશન્‍સ હંમેશા જ્‍વેલરી ઈન્‍ડસ્‍ટ્રીઝના વિકાસને એ રીતે પ્રોત્‍સાહિત કરે છે કે દરેક જ્‍વેલર્સ પ્રતિસ્‍પર્ધી તરીકે નહીં પણ ભાઈચારા સાથે વ્‍યવસાય કરે અને સુવર્ણ સૌભાગ્‍ય ઉત્‍સવ એ આ સંગઠનનું ઉત્તમ ઉદાહરણ છે.''

ઉલ્લેખનીય છે કે સુવર્ણ સૌભાગ્‍ય ઉત્‍સવના માધ્‍યમ દ્વારા જ્‍વેલર્સ અને ગ્રાહકો વચ્‍ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્‍યો છે. સુવર્ણ સૌભાગ્‍ય ઉત્‍સવ જ્‍વેલર્સ અને ગ્રાહકો બંને માટે લાભદાયી છે. આ ઉત્‍સવ ગુજરાતના અગ્રણીઓની આગેવાની હેઠળ જનમેદનીની હાજરીમાં ડ્રો દ્વારા પ્રોત્‍સાહિત ભેટ જાહેર કરવામાં આવી હતી. આ સુવર્ણ સૌભાગ્‍ય ઉત્‍સવમાં ગુજરાત રાજ્‍યના અનેક નગરોના સુવર્ણકાર રીટેલ અને હોલસેલ વેપારીઓ જોડાયા હતા.

(9:47 AM IST)