News of Saturday, 11th January 2025
ટાટા મોટર્સ દ્વારા નવી ટેક, નવી ડિઝાઈન અને નવા કલર્સ સાથે 2025 ટિયેગો, Tiago.ev અને ટિગોર રજૂ કરાઈ

( ભારત શાહ દ્વારા ) રાજપીપળા : ભારતની અવ્વલ એસયુવી ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા 2025 ટિયેગો, Tiago.ev અને ટિગોર માટે બુકિંગ આજે શરૂ કરવામાં આવ્યા. ટિયેગો માટે રૂ. 4.99 લાખ, Tiago.ev માટે રૂ. 7.99 લાખ અને ટિગોર માટે રૂ. 5.99 લાખની આકર્ષક કિંમતથી શરૂ કરતાં ગ્રાહકો વધુ વિગતો માટે તેમની રુચિ નોંધાવવા કંપનીની વિધિસર વેબસાઈટ (cars.tatamotors.com)ની વિઝિટ કરી શકે છે.તેની મજબૂત મલ્ટી પાવરટ્રેન વ્યૂહરચનાને અનુસરતાં ટાટા મોટર્સ પેટ્રોલ, સીએનજી અને ઈલેક્ટ્રિક વર્ઝન્સમાં 2025 ટિયેગો અને પેટ્રોલ અને સીએનજી વર્ઝનમાં 2025 ટિગોર ઓફર કરશે. બંને કાર એમટી અને એએમટી વિકલ્પોમાં ઉપલબ્ધ થશે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
