<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

કેબિનેટ શિક્ષણમંત્રી ડો.કુબેર ડીંડોરના વડપણ હેઠળ રાજપીપળાની શ્રી. એમ.આર. વિદ્યાલયમાં વાર્ષિક મહોત્સવ"ની ઉજવણી

(ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળાની પ્રતિષ્ઠિત શાળા શ્રી.એમ.આર.વિદ્યાલયમાં ડો.કુબેરભાઈ ડીંડોરના વડપણ હેઠળમાં વાર્ષિક મહોત્સવની ઐતિહાસિક ઊજવણી કરવામાં આવી, સૌ પ્રથમ સમારંભના મુખ્ય અતિથિ ડો.કુબેરભાઈ ડીંડોર તથા મહેમાનોના આગમનને શાળાના વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર દ્વારા ઢોલ-નગારાના તાલે ટીમલી નૃત્ય અને આતશબાજી, નાચગાન સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરતાં કરતાં મંચ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. સુંદર પ્રાર્થના બાદ શાળાના આચાર્ય યોગેશકુમાર એમ. વસાવાએ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત બાદ શાળાના શિક્ષકો એ શાલ, શ્રીફળ અને પુસ્તક ભેટ આપી સૌ મહેમાનોને સન્માનિત કર્યા હતા                        શાળાની વિદ્યાર્થિનીઓ  દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. ત્યારબાદ ગણેશ વંદના ડાન્સ, માન.ડો.કુબેરભાઈ ડીંડોરના જીવન પર આધારિત નાટક, વંદે માતરમ ડાન્સ, ક્લાસિકલ ડાન્સ, તલવારબાજી, આદિવાસી નૃત્ય, મિક્સ સોન્ગ ડાન્સ, ગરબો ,એકપાત્રીય અભિનય ,વક્તવ્ય, જેવી 22 કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું. લોકોએ તેમને તાળીઓના ગડગડાહટથી  વધાવ્યા હતા.

કાર્યક્રમમાં અર્જુનભાઈ ચૌધરી (ડાયરેક્ટર એકલવ્ય મોડેલ સ્કૂલ, ગાંધીનગર),સાંસદ મનસુખભાઈ વસાવા, પી..ડી.વસાવા, (માજી ધારાસભ્ય) તથા પ્રમુખ, મંત્રી રાજસિંહ મહિડા ડી.બી.વસાવા(પ્રા.જિ.શિ.વલસાડ) નિશાંત દવે (પ્રા.જિ.શિ.નર્મદા) સહિત નાઓ એ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે પોતાના વક્તવ્યમાં  NEP-2020 અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ ભાર મૂકવામાં આવ્યો હતો.વિવિધતામા એકતા સાથે સાથે સરકારી યોજનાઓનોઓ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ,નવા નવા ઇનોવેશન, સાહસિકતા, સ્વતંત્રતા અને મૂલ્યોની વાત કરી “લાયકાત એ જ લાગવગ”નું સૂત્ર પણ આપ્યું.
સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા એ પોતાના આ શાળા સાથે  સંકળાયેલા બાળપણના સંસ્મરણો  તાજા કર્યા હતા.માજી.ધારાસભ્ય અને સંસ્થાના પ્રમુખ પી.ડી. વસાવા એ સંસ્થાના આદ્ય સ્થાપક સ્વ.રત્નસિંહજી મહિડાના  શિક્ષણ પ્રત્યેના યોગદાનને બિરદાવી શિક્ષક વિદ્યાર્થી અને સમાજનો સાચો રાહબર બની પોતાનું  કર્તવ્ય નિષ્ઠાપૂર્વક  બજાવે તેવી ટકોર કરી હતી. ડૉ.અર્જુનભાઈ ચૌધરી એ આ શાળામાં શિક્ષણ લઇ વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચપદે સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે એવા તમામ મહાનુભાવોને યાદ કર્યા હતા. શાળાના શિક્ષક જે.એચ.મહંત, .કે.જી.બ્રહ્મભટ,શ્રીમતી વી.એસ.પંવારને શાળામાં શ્રેષ્ઠ કામગીરી બદલ આદર્શ શિક્ષકનું પ્રમાણપત્ર અને ટ્રોફી શિક્ષણમંત્રીના વરદ હસ્તે એનાયત કરી સન્માનિત કરાયા હતા. બોર્ડની પરીક્ષામાં શાળા કક્ષાએ પહેલો, બીજો, ત્રીજો ક્રમ મેળવનાર તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. શાળાના શિક્ષક જતીનભાઈએ સૌ મહેમાનનો આભાર માન્યો હતો.અંતે સૌએ સુરૂચિ ભોજન લીધું હતું

(11:01 PM IST)