News of Friday, 10th January 2025
મોબાઇલમાં સાઇબર ક્રાઇમની જાગૃતિ માટે આવતી ટયુન ઈમરજન્સીમાં લોકો માટે જોખમી હોવાની બુમ
એક તરફ જે તે સિમકાર્ડ કંપની દ્વારા રિચાર્જ પ્લાનની જાહેરાતો અને હવે સાઇબર જાગૃતતાની ટ્યુનથી મોબાઇલ ગ્રાહકો હેરાન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:તાજેતરમાં મોબાઇલ કોલ કરતાની સાથે જ સાઇબર ક્રાઇમ માટે લોકો ને સજાગ કરવા મોબાઇલ કોલ કરતી વેળા એક ટયુન વાગે છે અને ટ્યુન પૂરી થયા બાદ જેને કોલ કર્યો હોય તેની રીંગ વાગ્યા બાદ સામે વાળા ફોન ઉંચકતા હોય ત્યાં સુધી કોલ કરનાર વ્યક્તિએ રાહ જોવી પડે છે જે ક્યારેક ઈમરજન્સી કેસમાં જોખમી હોવાની વાત હાલ નર્મદા જિલ્લામાં ચર્ચામા છે.
જોકે આ સાઇબર ટયુન સાથે કેટલીકવાર સીમકાર્ડ કંપનીની રિચાર્જ પ્લાનની જાહેરાતનો પણ ગ્રાહકો ને લોડ પડતો હોય છે આ બધી પ્રક્રિયા પૂરી થયા બાદ એક ગ્રાહક બીજા સાથે વાત કરી શકે છે માટે આ બાબત આ મોબાઇલના ઝડપી યુગમાં કંઇક લોકલ ગતીની જેમ લાગે છે. આમપણ જે તે જિલ્લાની પોલીસ સાઇબર જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરે છે જેમાં નર્મદા જિલ્લા પોલીસ પણ શાળા, કોલેજ સહિત અનેક ઠેકાણે આ માટેના કાર્યક્રમો કરી લોકો ને જાગૃત કરવા પ્રયાસ કરે છે તો હવે મોબાઇલમા આ વધારાનો લોડ કેમ અપાઈ છે તેવા સવાલ હાલ ઉઠ્યા છે. સરકાર ભલે લોક જાગૃતિ માટે સારી કામગીરી કરતી હોય પરંતુ મોબાઇલ એ આજની જરૂરિયાત થઈ ગઈ છે અને તેવામાં નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં તો નેટવર્ક પણ માંડ મળતું હોય ત્યારે કોઈ ઈમરજન્સીમાં આવી કનડગત મોબાઇલ ધરાવનાર વ્યક્તિ માટે જોખમી કહી શકાય.
અગત્યની બાબત તો એ છે કે નર્મદા જિલ્લાના કેટલાક અંતરિયાળ ગામોમાં નેટવર્ક પણ યોગ્ય નહી મળતા સ્થાનિક લોકો ડુંગર પર ચઢી કોલ કરતા હોય છે જેમાં ખાસ કરીને કોઈ અકસ્માત, આગ કે ગર્ભવતી મહિલાની ઈમરજન્સી સમયે જો થોડીક ક્ષણ બગડે તો ક્યારેક જીવલેણ સાબિત થાય તેમ હોય આવી જાહેરાતો કે જાગૃતિ માટે ટેક્ષ્ટ મેસેજ નો ઉપયોગ કરવો જોઈયે
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
