<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

રાજ્યના મોટાભાગમાં શહેરોમાં તાપમાન ઊંચકાતાં ઠંડીમાં મળી રાહત : 24 કલાક બાદ ફરી વખત કડકડતી ઠંડી પડશે

સુરતમાં 31.4 ડિગ્રી, અમરેલીમાં 31.5, રાજકોટમાં 31.2, વડોદરામાં 30.8, વલ્લભ વિદ્યાનગરમાં 30.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું ફોટો

અમદાવાદ : રાજ્યના મોટાભાગમાં શહેરોમાં તાપમાનનો પારો ઉંચાકાતા ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે અને હજી 24 કલાકમાં લઘુત્તમ પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે. 24 કલાક બાદ લઘુત્તમ પારો 4 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે. જેના પગલે કાતિલ ઠંડી પડી શકે છે. આજે અમદાવાદમાં 29.4 ડિગ્રી મહત્તમ તાપમાન જ્યારે 15.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું.

 

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 31.4 ડિગ્રી, અમરેલીમાં 31.5, રાજકોટમાં 31.2, વડોદરામાં 30.8, વલ્લભ વિદ્યાનગરમાં 30.3, સુરેન્દ્રનગરમાં 29.8, ગાંધીનગરમાં 29.5, ભુજમાં 29.5, અમદાવાદમાં 29.4, મહુવામાં 29.4, ડીસામાં 29.2, ભાવનગરમાં 29.2, કંડલા પોર્ટમાં 28.8, પોરબંદરમાં 28.6, કેશોદમાં 28.3, વેરાવળમાં 27.7, નલિયામાં 27.6, દ્વારકામાં 26.8 અને ઓખામાં 25.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

 

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 11.4 ડિગ્રી, ડીસામાં 11.8, વડોદરામાં 12.4, ભુજમાં 13.1, મહુવામાં 13.9, પોરબંદરમાં 14, સુરેન્દ્રનગરમાં 14, કેશોદમાં 14.4, વલ્લભ વિદ્યાનગરમાં 14.6, રાજકોટમાં 14.7, અમદાવાદમાં 15.1, અમરેલીમાં 15.5, ભાવનગરમાં 15.6, કંડલા પોર્ટમાં 16, દ્વારકામાં 17.7, સુરતમાં 18.8, વેરાવળમાં 18.9, ઓખામાં 19.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.



 

(9:19 PM IST)