News of Thursday, 9th January 2025
રાજ્યમાં મગફળીનો ઉંચો ભાવ વિજયનગરમાં 1356 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 37 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 2,018.48 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 2,018.48 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વિજયનગર માર્કેટ યાર્ડમા 1356 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1235 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1340 રૂ., તલોદમાં 1325 રૂ., મોડાસામાં 1315 રૂ., ભીલોડામાં 1216 રૂ., હળવદમાં 1209 રૂ., ગોંડલમાં 1196 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,018.48 ટન મગફળીની આવક થઇ છે.


(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
