તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 8th January 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાદરામાં 700 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 19 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 10,465.14 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 10,465.14 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાદરા માર્કેટ યાર્ડમા 700 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 415 રૂ. અને નીચો ભાવ 90 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 600 રૂ., બીલીમોરામાં 580 રૂ., અમદાવાદમાં 560 રૂ., મહુવામાં 541 રૂ., ડીસામાં 530 રૂ., ગોંડલમાં 471 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 10,465.14 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
