<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

પ્લાસ્ટિક ફ્રી નર્મદાની યુવા ટીમને મોમેન્ટો આપી સન્માનિત કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા જય અંબે અને પ્રણવ સ્કૂલના એન્યુઅલ ડે કાર્યક્રમમાં નીરજ પટેલના પ્લાસ્ટિક ફ્રી નર્મદા અભિયાનમાં જોડાયેલ સમગ્ર યુવા ટીમના નીરજભાઈ પટેલ , દેવ શાહ અને ટીમ મોજીલું રાજપીપળા , ટીમ લાઇફ ઓફ નર્મદા , ટીમ અમેઝિંગ રાજપીપળા, આઈ લવ રાજપીપળા પેજ , સુન્નીભાઈ , ગૌરવભાઈ , કોમલબેન , સ્વેજલબેનનાઓને શાળાના કાર્યક્રમમા આમંત્રીત કરી તેમના આ ઉમદા કાર્યને બિરદાવી આ અભિયાન માં જોડાયેલા તમામ યુવાનોને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા, એ બદલ પ્લાસ્ટિક ફ્રી નર્મદા ની ટીમ ના સભ્યો એ શાળા સંચાલકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

(11:27 PM IST)