તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 2nd November 2024
વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં 5 હજારથી વધુ વાનગીનો 51 હજારથી વધુ કિલોનો અન્નકુટ ધરાવાયો

શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત 5 હજાર વાનગીઓનો 51 હજાર કિલોથી વધુનો મહાઅન્નકૂટનું ઉદઘાટન આચાર્ય મહારાજ વરદહસ્તે કરાયું
વડતાલ : વિક્રમ સંવત 2081 શરૂ થઈ ગયું છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ તીર્થ વડતાલ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસનો સૌથી મોટો મહા અન્નકુટ શ્રીલક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં યોજાયો હતો. જેમાં સવારે 6.30 વાગ્યે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ નૂતન વર્ષના મંગલ પ્રભાતે સંપ્રદાયના સૌ સત્સંગીઓને આર્શિવાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત 5 હજાર વાનગીઓનો 51 હજાર કિલોથી વધુનો મહાઅન્નકૂટનું ઉદઘાટન આચાર્ય મહારાજ તથા મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા મુખ્ય કોઠારી ડૉક્ટર સંતવલ્લભદાસજી સ્વામીના વરદહસ્તે કરાયું હતું. ત્યારબાદ
આચાર્ય મહારાજ તથા સંપ્રદાયના વડીલ સંતો અને યજમાન પરિવારના સભ્યો દ્વારા મહાઅન્નકૂટની આરતી ઉતારવામાં આવી હતી.
મુખ્ય કોઠારી ડૉક્ટર સંતવલ્લભદાસજી સ્વામીએ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરીને હૃદયનાં ભાવ વ્યક્ત કર્યું હતું. આ પછી તેમણે જણાવ્યું હતું કે, આ ધામની ધજા નીચે પ્રથમ દિવસે બેસવા મળે ત્યારે એ આત્માનો ઉત્સવ છે. ભગવાન પ્રસન્ન થાય - કૃપા વરસાવે ત્યારે હૃદયમાં જે આનંદ થાય તેને માટે કોઈ શબ્દો નથી હોતા. અહીં તન-મન- ધનથી સેવા કરનાર સર્વે ભાઈઓ - બહેનો ભાગ્યશાળી - કૃપાપાત્ર છે. અન્યોનો મહિમા સમજતા રહીએ તો કાયમ આનંદ - આત્માનો ઉત્સવ બની રહેશે.
મહત્ત્વનું છે કે, આજે નૂતન વર્ષના પવિત્ર દિવસે સવારે 5.15 વાગ્યે મંગળા આરતી થઈ હતી. ત્યારબાદ 6થી 7 કલાક દરમિયાન વડતાલના સભામંડપમાં આચાર્ય મહારાજ તથા વડીલ સંતોના સાનિધ્યમાં આર્શિવાદ સભા યોજી હતી.
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના સહુ સંતો અને સત્સંગીઓને નૂતન વર્ષના આર્શિવાદ પાઠવ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ 7.15 કલાકે મંદિરમાં બિરાજમાન દેવોની શણગાર આરતી થઈ અને શણગાર આરતી બાદ હરિમંડપની પાછળ તૈયાર કરાયેલ ડૉમમાં 5 હજાર ઉપરાંત વિવિધ વાનગીઓના મહાઅન્નકૂટનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજ તથા વડીલ સંતોના વરદહસ્તે થયું હતું. ઉદઘાટન બાદ આચાર્ય મહારાજ સંપ્રદાયના વડીલ સંતો અને યજમાન પરિવાર દ્વારા
મહાઅન્નકૂટની આરતી કરી હતી.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
