News of Wednesday, 30th October 2024
રાજપીપળા સિવિલ હોસ્પિટલનાં વાહન ટેન્ડરીંગમાં સ્થાનિક અધિકારીઓએ પોતાના મળતરિયા કોન્ટ્રાક્ટરને કામ આપ્યાનો અક્ષેપ
ઓનલાઇન ટેન્ડરીગમાં L1 ટેન્ડર્સને છોડી અધિકારીએ L2 પર આવેલા પોતાના મળતરીયા કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપતા ઓહાપો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં મેન પાવર હોય કે કોઈપણ વસ્તુની ખરીદી ઊંચા બિલો મુકાતા હોવાની અવાર નવાર ફરિયાદો ઉઠી અને આક્ષેપો લાગતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધી કોઈ તપાસ થઈ નથી એ બાબત આશ્ચર્યજનક છે, અને બીજું બાજુ ટેન્ડરીગ પ્રક્રિયા માં L1 ની જગ્યા એ L2 નું ટેન્ડર મંજુર કરી રાજપીપળા સિવિલ સત્તાધીશો એ વધુ એક વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. અને આખી ટેન્ડર મંજૂર કરનારી કમિટીના વિરોધમાં જઈ ને સિવિલ હોસ્પિટલ નાં એક અધિકારી એ ટેન્ડર ઉંચી કિંમત વાળા કોન્ટ્રાકટર ને આપી દેતા અધિકારીઓ નેં કોઈની બીક નથી રહી એ ફલિત કરી બતાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં તાજેતરમાં કેબ એન્ડ ટેક્સી હાયરિંગ સર્વિસ સડન નું ટેન્ડર કરવામાં આવ્યું જેમાં 4 એજન્સીઓ ભાવ ભર્યા હતા, જેમાં સૌથી નીચો ભાવ રાજપીપળાની ની સ્થાનિક એજન્સી નો આવ્યો જેણે 4.39 જેટલો ભાવ ભર્યો હતો. જ્યારે એક મહેસાણા ની એજન્સીએ 4.64 નો ભાવ ભર્યો હતો અને આ L2 પર હોવા છતાં સરકાર ની તિજોરી પર વધુ ખર્ચ કરાવી ટેન્ડર બહાર ની એજન્સીને આપ્યું, અને સ્થાનિક એજન્સીનું નિયમ મુજબ ટેન્ડર લાગ્યું છતાં ટેન્ડર નાં અપાયું જેથી સ્થાનિક એજન્સીઓ માં રોશની લાગણી ફેલાઈ છે. આમ રાજપીપળા સિવિલ ની આ ટેન્ડરીંગ પ્રક્રિયા વિષે વિજિલન્સ તપાસ કરે એ જરૂરી બન્યું છે. તો સિવિલમાં ચાલતા કૌભાંડો નો પર્દાફાશ બહાર આવશે
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
